ઇલ્યાસ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે લગ્ન પ્રસંગમાં અચાનક પવન ફૂંકાતા લગ્ન મંડપ ઉડ્યું:જાનૈયાઓમાં નાસભાગ..
સંતરામપુર તા.13
સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પઢારિયા થી ગોઠીબગામી જાન આવેલી હતી લગ્ન પ્રસંગમાં વરરાજા નો ઘોડા પર ડાન્સ ચાલી રહેલો હતો અને મંડપની નીચે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને જાનૈયો મંડપની નીચે બેઠેલા હતા અચાનક પવન ફૂંકાતા મંડપ આખો ઉડી ગયો હતો અને જાનૈયાઓ અને લોકો નાશ ભાગ કરવા મુકેલી હતી મંડપ ઊડી જવાના કારણે ઇલેક્ટ્રીક વાયરના સ્પાર્ક થતા મંડપ પણ સળગ્યો હતો જ્યારે બીજી બાજુ નાશ ભાગમાં મંડપની પાઇપો એકબીજાથી અથડાતા અને પડી જવાથી પાઈપો ના કારણે નાની મોટી ઈજા થઈ હતી પરંતુ કોઈ જાનહાનિ થયેલ ન હતી હોળીના તહેવાર પૂર્ણ થતાં સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન સિઝનની મોસમપુર જોશમાં જોવા મળી રહેલી છે જ્યારે કેટલાક ગામોમાં લગ્ન પ્રસંગોમાં આવા નાના-મોટા બનાવો અને કિસ્સાઓ જોવા મળી આવેલા છે ગઈકાલે ભંડારા ગામે જન્યો ભમરી મધમાખીના ભોગ બન્યા હતા જ્યારે આજે ગોઠીબગામી અચાનક પવન ફૂંકાતા મંડપ ઉડી જવાની ઘટના બની..