ગૌરવ પટેલ, લીમખેડા
દાહોદ જિલ્લામાં પક્ષ પલટાની મોસમ પુરબહારમાં ખીલી..
બી.ટી.પીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ભાજપમા જોડાયા..
સાંસદ જશવંતસિંહ ભાભોરે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમા પ્રવેશ કરાવ્યો
બી.ટી.પી.ના 500 થી વધુ કાર્યકર્તાઓ એ ભાજપનો ભગવો ધારણ કર્યો
બી.ટી.પી. ના ઉમેદવાર રાજેશ હઠીલાએ ઉમેદવારી પત્ર ખેંચવાના દિવસે પોતાની ઉમેદવારી પરત ખેંચતા રાજકારણ માં આવ્યો ગરમાવો
આમ આદમી પાર્ટીમાંથી ૧૩૧ ના વિધાનસભાના સંયોજક પણ કાર્યકર્તા સાથે ભાજપ માં જોડાયા.
દાહોદ તા.22
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ ના બીજા દિવસે પણ રાજકીય ભૂકંપ સર્જાયો છે.જેમાં લીમખેડા વિધાનસભા બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવારે 500 કાર્યકર્તા જોડે ભાજપનો કેસરિયો ધારણ કરતા દાહોદ દાહોદ જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીમાં રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.જોકે બીટીપીના ઉમેદવાર સહીત 500 થી વધુ કાર્યકર્તાઓએ આજે ભાજપનો ખેસ ધારણ કર્યોં છે જેમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો ચૂંટણી સભા ગજવવા રોકેટ ગતીએ ભ્રમણ કરી રહ્યા છે. તેવા સમયે દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા બેઠકો પર ગઈકાલે ફોર્મ પરત લેવાની છેલ્લી તારીખે દેવગઢ બારીયા વિધાનસભા બેઠક પર એનસીપીના ઉમેદવાર ગોપસિંગ લવારે ઉમેદવારી પત્ર પરત ખેંચી અંડર ગ્રાઉન્ડ થઈ જતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ નથી જવા પામ્યો હતો. તારે આજરોજ બીજા દિવસે લીમખેડા બેઠક પર બીટીપીના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત લઈ 500 કાર્યકર્તાઓ જોડે ભાજપનો કેસરિયો ધારણ કરતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. લીમખેડા બેઠકના રાજેશભાઈ હઠીલાએ ભાજપના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંત સિંહ ભાભોર ની અધ્યક્ષતામાં યોજાયેલા ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં કેસરિયો કર્યો હતો. રાજેશભાઈ હઠીલા જોડે 500થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે તેની સાથે સાથે 131 વિધાનસભાના આમ આદમી પાર્ટીના સંયોજક પિનલ ચારેલ પણ કાર્યકર્તાઓ જોડે ભાજપમાં સામેલ થયા છે. જેના પગલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પલટાની મોસમ પુર બહારમાં ખીલી હોય તેમ જણાઈ રહ્યું છે. હાલ આ બેઠક પર બીટીપીના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પર જ ખેંચી ભાજપમાં જોડાતા લીમખેડા બેઠક પર બીજેપીની સ્થિતિ મજબૂત થવા પામી છે અત્રે ઉલ્લેખની છે કે લીમખેડા બેઠક ભાજપનો પરંપરાગત રીતે ગઢ રહ્યો છે.ત્યારે આ વખતે ભાજપના 27 વર્ષના શાસનની સામે એન્ટી ઇન્કમન્સી હોવાના આક્ષેપો સાથે આ બાજુ પાર્ટી તેમજ બીટીપી જેવા રાજકીય પક્ષો પણ ચૂંટણીના મેદાનમાં જમ્પલાવતા લીમખેડા બેઠક પર આગામી ચૂંટણીમાં ખરાખરીનો જંગ છે તેમાં કોઈ બે મત નથી નથી.