દેવગઢ બારિયાના કાપડી વિસ્તારમાંથી પોલીસની છાપે મારી દરમિયાન ૨૦૦ કિલો જેટલો ગૌમાંસ ઝડપાયો..
દાહોદ.તા.૦૩
દે.બારીયા પોલિસે પોતાને મળેલ બાતમીને આધારે દે.બારીયા કાપડી મોટી મસ્જીદની પાસેના મકાનની બાજુમાં બનાવેલ ઢાળીયામાં ઓચિંતો છાપો મારી રૂા. ૨૦,૦૦૦ની કિંમતનું ૨૦૦ કિલો ગ્રામ ગૌમાંશ પશુઓને કાપવાના સાધનો, ત્રાજવું વગેરે પકડી પાડી કબજે લીધાનું જાણવા મળ્યું છે જ્યારે પોલિસનો છાપો જાેઈ મકાન માલીક સહીત ત્રણ જણા અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા કાપડી મોટી મસ્જીદ પાસે રહેતા નિઝામભાઈ અજીતભાઈ ચાંદા તેમજ તેમની સાથેના અન્ય બે ઈસમો એમ ત્રણે જણા નિઝામભાઈ ચાંદાના મકાનની બાજુમાં બનાવેલ ઢાળીયામાં એક ગૌવંશની ક્રુરતા પૂર્વક કતલ કરી તેનું માંસ વેચાણ કરવા માટે સગેવહગે કરવાની તૈયારી કરતા હોવાની બાતમી દે.બારીયાના સિનીયર બી.એસ.આઈ બી.એમ.પટેલને મળતાં તેઓની સુચના અને માર્ગદર્શન હેઠળ દે.બારીયા પોલિસની ટીમે પરમ દિવસ રાતના સાડા દશ વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ દે.બારીયા કાપડી મોટી મસ્જીદ પાસે રહેતા નિઝામભાઈ અજીતભાઈ ચાંદાના મકાનની બાજુમાં બનાવેલ ઢાળીયામાં ઓચિંતો છાપો મારતાં પોલિસનો છાપો જાેઈ નિઝામભાઈ અજીતભાઈ ચાંદા તથા તેની સાથેના અન્ય બે ઈસમો અંધારાનો લાભ લઈ નાસી ગયા હતા જ્યારે પોલિસે સ્થળ પરથી રૂા. ૨૦,૦૦૦ની કુલ કિંમતનું ૨૦૦ કિલો ગ્રામ ગૌમાંશ, રૂા. ૩૫ની કિંમતની પશુઓ કાપવાની છરી નંગ-૨, રૂા. ૫૦ની કિંમતના વજન માપવાના ત્રાજવા મળી રૂા. ૨૦,૦૮૫નો મુદ્દામાલ કપડી પાડી કબજે લઈ દે.બારીયા પોલિસે આ સંદર્ભે દે.બારીયા કાપડી મોટી મસ્જીદ પાસે રહેતા નિઝામભાઈ અજીતભાઈ ચાંદા તથા તેની સાથેના બે ઈસમો મળી કુલ ત્રણ જણા વિરૂધ્ધ પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ તથા એનીમલ ક્રુઅલ્ી એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તે ત્રણેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.