ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડાના કંબોઈ ખાતે અખિલ ભારતીય સંત સંમિતિ દાહોદ જીલ્લાનુ ધર્મસેના સંમેલન યોજાયુ.
લીમખેડા તા.16
લીમખેડા ના કંબોઈ ખાતે ૨૦૦૦ થી વધુ પુજ્ય સાધુ સંતો અને ભક્તોએ જય શ્રી રામના નાદ થી ગુંજીત કરી સંમેલનની વિરાટ ધર્મ સભા.
– આ સંમેલનમા પુ.સંત સ્વામીજીની અધ્યક્ષતામાં યોજાયુ પુ.સ્વામીજીએ ધર્મ રક્ષા માટે હનુમંત શક્તિ જગાવવા પર આહ્વાન કર્યુ હતુ. અને સંતો ભક્તો જ્યારે ભેગા હોય ત્યારે અવાજ સંભળાય છે આજે સંતો ભક્તોના અવાજની સરકારે પણ નોંધ લિધી છે તે ત્યારે કે દાહોદના સંતો એક મંચ પર આવ્યા છે. ભગવાન રામની યાત્રાપર ખંભાત,હિંમતનગર મા જે લોકોએ તોફાન મચાવ્યુ તે લોકો પર પુ.નૌતમસ્વાજી ના એક ઈશારા પર બુલડોઝર ફેરવ્યુ એવા મા.સી.આર.પાટીલ અને મા.મુખ્યમંત્રી શ્રી ગુજરાત ને આજની સંત સભા અભિનંદન આપે છે. પુ.દલસુખદાસજી મહારાજે સંત સમિતિ કેમ સક્રિય થઈ છે અને શુ કામો કરે છે તે પ્રાસ્તાવિક ઉદબોધન મા જણાવ્યું.
– આ સભામા માં.સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરજી અને પુર્વ મંત્રી શ્રી બચુભાઈ ખાબડજી પણ આવ્યા હતા. મા.સાંસદજીએ મોદીજી એ રાષ્ટ્રીય નેતૃત્વ કરવા નિકળ્યા છે અને ૩૭૦ કલમથી લઈને રામમંદિર જેવા મુદ્દાઓને સોલ્વ કર્યા એવા મોદીજી આપણી દાહોદની ધરતી પર આવે છે તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આહ્વાન કર્યુ હતુ.