![દે. બારીયા તેમજ ફતેપુરા તાલુકાના બલૈયામાં સંવેદના દિન નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.](https://dahodlive.com/wp-content/uploads/2021/08/IMG-20210802-WA0014-770x377.jpg)
બાબુ સોલંકી, શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા/જાબીર શુક્લા :- પીપલોદ
ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સંવેદના દિન નિમિત્તે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પમાં 209 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું.28 પશુઓ ને ગાયનેક સારવાર, 65 પશુઓને મેડિસિન સારવાર કરવામા આવી.
ફતેપુરા/સુખસર/દે. બારીયા ,તા.2
આજરોજ સંવેદના દિન નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણીના યશસ્વી નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે રાજ્યભરમાં ૫૦૦થી વધુ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું.રાજ્ય સરકારની વિવિધ વિભાગોની 57 જેટલી સેવાઓ નાગરિકોને તેજ દિવસે મળી જાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ દરમ્યાન વિવિધ કલ્યાણકારી યોજના હેઠળ મળતા લાભોની સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેના અનુસંધાને આજરોજ ફતેપુરા તાલુકાના બલૈયા ખાતે સંવેદના દિન નિમિત્તે નાગરિકોને વિવિધ જન હિતકારી યોજનાઓના દસ્તાવેજો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશને આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને રાખી યોજવામાં આવ્યો હતો.તેવી જ રીતે બલૈયા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત તાલુકાના અધિકારીઓની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં સામાન્ય વહીવટમાં 77,જ્યારે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો ની 205 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.તેમજ 13 આવકના,1 ઉંમરના 1 દૂપ્લીકેટ રેશનકાર્ડ,14 સોગંદનામા,130 નામ દાખલ તથા 5 નામો રદ કરવા સહિત મહિલા અને બાળ વિકાસ વિભાગના 6 જ્યારે મહેસુલ વિભાગના 13 કામનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.તે સાથે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળ સુરક્ષા યોજના દ્વારા 5 બાળકોને 2-2 હજારની સહાય ચુકવવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત પશુ સારવાર કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં 209 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.જ્યારે 28 પશુઓને ગાયનેક સારવાર આપવામાં આવી હતી.અને 65 પશુઓને મેડિસિન સારવાર કરવામાં હોવાનું જાણવા મળે છે.પશુ સારવાર કેમ્પમાં પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર સંગાડા,આર.ડી ગામેતી,પશુ નિરીક્ષક તથા પશુપાલન સ્ટાફ હાજર રહ્યો હતો.અને પશુપાલકોને પોતાના પશુઓને કોઈપણ મુશ્કેલી ઉભી થાય તો સમયસર સારવાર મેળવી પશુઓને તંદુરસ્ત રાખવા આહવાન કર્યું હતું.
આજરોજ બલૈયા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા,દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ અમલીયાર, પ્રાંત કલેકટર ઝાલોદ,ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી,ફતેપુરા તાલુકા મામલતદાર,જિલ્લા સભ્ય સોનલબેન મછાર,તાલુકા શિક્ષણાધિકારી ચંદાણા, તાલુકા સભ્ય,બલૈયા સરપંચ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
સંવેદના દિનની ઉજવણી બાબતે દેવગઢ બારીઆ નગરપાલિકામાં છઠ્ઠા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
બારીયા :- તા.02
દેવગઢબારિયા નગરમાં ગુજરાત સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિન ના કાર્યક્રમો અંતર્ગત સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ વિવિધ સરકારી યોજનાઓ અને વેક્સિનેશન નો પણ લાભ લીધો હતો
આજ. 02/08/2021 ના રોજ દેવગઢ બારીઆ નગરપાલિકાના પ્રમુખશ્રીમતિ. ડૉ. ચાર્મી નીલ સોનીના અધ્યક્ષ સ્થાને સંવેદના દિન નિમિતે સેવસેતુ કાર્યક્રમ યોજાયો જેમાં શહેર પ્રમુખશ્રી નિમેષભાઈ જોષી ઉપપ્રમુખશ્રી ગૌરાંગભાઈ પંડ્યા,કારોબારી ચેરમેનશ્રીમતિ સજ્જન બા ગોહિલ નગરપાલિકાના સદસ્ય ઈકબાલભાઈ પટેલ સબાના બેન નિશારભાઈ સબાના બેન સાદીકભાઈ આંબા બેન મોહનીયા રાજુભાઈ નાયક તથા સંગઠનમાંથી દોલતરામ ભાઈ હદયકાન્ત ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સાથે કોરોના માં સારી કામગીરી કરનાર ડોક્ટર હાર્દિક વ્યાસ નો સન્માન કરવામાં આવ્યું હતું અને સિનિયર સિટીઝન સતીષ ભાઈ ગાંધીનો પણ સન્માન કરવામાં આવ્યું હતું તમામ સેવાનો નિકાલ એક જ દિવસ પૂર્ણ કરવા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો જેમાં અંદાજિત 400 અરજી આવી તેનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ મામલતદાર કચેરી સીટી સર્વે બેંકો એસ.ટી ડેપો વગેરે સરકારી કચેરીઓના સ્ટાફ ખડે પગે ઊભા રહી લોકોને એક જ દિવસમાં તમામ દાખલા આપવા ની મદદ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ તમામ રાહતો મેળવવાના પ્રયત્નો કર્યા હતા કાર્યક્રમ નું એલાઉન્સમેન્ટ કેતનભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું અને વહીવટી કામગીરી કચેરી અધિક્ષક રવિન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી અંતે આભારવિધી ચીફ ઓફિસર વિજય ઇટાલિયા દ્વારા કરવામાં આવી હતી