જાબીર શુક્લા :- પીપલોદ
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે વીજ થાંભલા સાથે ફોર વહીલ ગાડી અથડાઈ:ડ્રાઇવર અને અન્ય બે ઇસમનો આબાદ બચાવ
પીપલોદ તા.01
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે ફોર વહીલર ગાડીના ચાલકે હેડિંગ પરથી કાબુ ગુમાવતા ફોરવીલ ગાડી વીજ થાંભલા સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો.જોકે સદભાગ્યે કારમાં બેસેલા ત્રણે યુવકોના આબાદ બચાવ થયો હતો
લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દેવગઢ બારીયા તરફથી લીમખેડા તરફ જઇ રહેલ જીજે-20-એ.એચ-0220 નંબરની મહેન્દ્રા ટીયુવી કારમાં ચાલક સહિત ત્રણ યુવકો સવાર થઇ દેવગઢ બારીયાથી લીમખેડા તરફ જઇ રહ્યા હતા. જે સમયે રસ્તામાં પાલ્લી નજીક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા વીજ થાંભલો તૂટી ને કાર પર ધરાશાયી થઇ ગયો હતો. જેના લીધે કાર ક્ષતિગ્રસ્ત થઈ હતી. જોક સર્જાયેલા અકસ્માતમાં ચાલાક તેમજ અન્ય બે ઈસમોને આબાદ બચાવ થયો હતો.