Friday, 22/11/2024
Dark Mode

દાહોદના મુક્તિધામમાં સરેરાશ દર દોઢ કલાકે કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ…

દાહોદના મુક્તિધામમાં સરેરાશ દર દોઢ કલાકે કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદના મુક્તિધામમાં સરેરાશ દર દોઢ કલાકે કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ
  • વીતેલા ચોવીસ કલાકમાં દાહોદના મુક્તિધામમાં 16 થી વધુ મૃતકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
  • મોટાભાગના મૃતકોના કોવીડની ગાઇડલાઇન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોવાનું જણાવતા સ્થાનિકો 

દાહોદ તા.11

દાહોદ શહેરના સ્મશાન ગૃહમાં છેલ્લા બે – ત્રણ દિવસથી એક પછી એક કોરોના દર્દીઓના મૃતદેહોને સરકારી કર્મચારીઓ જ અગ્નિદાહ આપવામાં આવી રહ્યા છે.ત્યારે સરકારી તંત્ર દ્વારા બે દિવસથી આંકડામાં શુન્યતા દર્શાવવામાં આવતાં અનેક તર્ક વિતર્કાે વહેતાં થવા પામ્યાં છે.

જાણવા મળ્યા અનુસાર, દાહોદના સ્મશાન ગૃહમાં કોરોનાથી મૃતકોના અંતિમ સંસ્કાર માટે લાઈનો જાેવા મળી હતી.જેમાં ફક્ત દાહોદના મુક્તિધામમાં એક દિવસમાં 14 જેટલા મૃતકોના કોવીડની ગાઇડલાઇન  ત્યારે તંત્ર દ્વારા મૃત્યુ દરના આંકડાઓ છુપાવવા પાછળનો ઉદ્દેશ્ય શું હશે? તેવા અનેક સવાલો શહેરીજનોમાં ઉદ્‌ભવવા પામ્યાં છે બીજી તરફ દાહોદમાં આજે ૩૮ કોરોના પોઝીટીવ કેસો સત્તાવારા આંકડા પ્રમાણે દર્શાવવામાં આવ્યાં છે ત્યારે આજે જ દાહોદના પાવડીમાં એસ.આર.પી. ગ્રૃપના એક સાથે ૪૭

જવાનોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાં તે આંકડા ક્યાં ગયા? તેવા પણ અનેક સવાલો ઉદ્‌ભવવા પામ્યાં છે. ક્યાંકને ક્યાંક તંત્ર દ્વારા સાચા આંકડાઓ દર્શાવવામાં ભીનું સંકેલવામાં આવી રહ્યું છે તે વાત તો સ્પષ્ટ છે પરંતુ સાચા આંકડા છુપાવવા પાછળનો મુખ્ય હેતુ શું હશે? તે જાણવું જ રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે જો દાહોદના મુક્તિધામમાં જ વિતેલા ૨૪ કલાકમાં ૧૪ જેટલા મૃતકોના કોરોના ની ગાઈડલાઈન મુજબ સંસ્કાર કરવામાં આવ્યા હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે. ત્યારે લઘુમતી સમાજમાં પણ કોરોના ગાઇડલાઇન મુજબ અંતિમક્રિયા કરવામાં આવી હશે કે કેમ? તે એક તપાસનો વિષય બની જવા પામેલ છે. ત્યારે દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણે જે રીતે કાળો કેર વર્તાવ્યો છે.તે ખરેખર ગંભીર બાબત છે.

 

————————-

error: Content is protected !!