Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લો કોરોનામુક્ત બનવાના આરે:4 પૈકી 3 લોકો કોરોનામુક્ત થતાં હવે એક માત્ર કોરોના સંક્રમિત દર્દી સારવાર હેઠળ

દાહોદ જિલ્લો કોરોનામુક્ત બનવાના આરે:4 પૈકી 3 લોકો કોરોનામુક્ત થતાં હવે એક માત્ર કોરોના સંક્રમિત દર્દી સારવાર હેઠળ

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ જિલ્લો કોરોનામુક્ત બનવાના આરે:4 પૈકી 3 લોકો કોરોના મુક્ત થતાં હવે એક માત્ર કોરોના પોઝીટીવ દર્દી સારવાર હેઠળ,ઇન્દોરની 9 વર્ષની મુસ્કાન કોરોનમુક્ત થઇ ઘરે પહોંચી, મુસ્કાનના સંપર્કમાં આવેલા આરોગ્ય કર્મી કોરોનામુક્ત થતાં બે દિવસ પહેલા રજા અપાઈ, ભીલવાના યુવકનો સતત બે વાર રિપોર્ટ નેગેટિવ આવતા વહીવટી તંત્રની સૂચના બાદ એકાદ દિવસમાં હોસ્પિટલમાંથી રજા મળવાના એંધાણ, હવે એક માત્ર મુસ્કાનના મામાં કોરોના સંક્રમિત રહેતા સારવાર હેઠળ, 

દાહોદ તા.30

દાહોદમાં અત્યાર સુધી કોરોના પોઝિટિવનો આંક ચાર રહેવા પામ્યો હતો. આ ચાર પૈકી એક નવ વર્ષીય બાળકી તેમજ તેના સંપર્કમાં આવેલ આરોગ્ય કર્મચારીએ કોરોનાને મહાત આપી સાજા પણ થઇ ગયા છે ત્યારે વધુ એક કોરોનાનો દર્દી જે ગરબાડાના ભીલવા ગામનો છે.તેનો પણ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા હવે તેને હોસ્પિટલમાંથી રજા અપાશે કે નહીં? તે સંદર્ભે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર આવતીકાલે નિર્ણય લઇ શકે છે. ત્યારે હવે એક માત્ર ઇન્દોર ખાતેના રહેવાસી અને 9 વર્ષીય મુસ્કાનના મામા હવે એક માત્ર કોરોનગ્રસ્ત હોવાથી હાલ સારવાર હેઠળ છે. અને તેઓ પણ નજીકના સમયમાં કરુણાને માત આપી સાજા થઇ જશે તો દાહોદ જિલ્લો કોરોના મુક્ત જાહેર થશે તેમાં કોઈ બેમત નથી

કોરોના મુક્ત તરફ વળવા જઈ રહેલ દાહોદવાસીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. આરોગ્ય તંત્રના તબીબો દ્વારા અગાઉ એક ઇન્દોરની નવ વર્ષીય કોરોના પોઝિટિવ બાળકી તથા તેના સંપર્કમાં આવેલ આરોગ્ય કર્મચારીને કોરોના મુક્ત જાહેર કર્યા બાદ આ બન્નેને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ તેઓના ઘરે મોકલી દેવામાં આવ્યા છે ત્યારે વધુ એક દર્દી જે ગરબાડા તાલુકાના ભીલવા ગામનો હતો અને જે તે સમયે રાજસ્થાનના ભવાનીમંડી ખાતેથી દાહોદ આવતા દાહોદ આરોગ્યતંત્ર દ્વારા તેનો કોરોના રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આ બાદ આ દર્દી દાહોદની હોસ્પિટલ ખાતે ઓઈસોલેશન વોર્ડમાં તબીબોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યો હતો. આ દર્દીના છેલ્લા બે કોરોના રિપોર્ટો નેગેટીવ આવ્યાના સમાચાર સાથે આરોગ્ય તંત્રએ રાહત અનુભવી હતી. અને આ ભીલવા ગામના દર્દીને હવે હોસ્પિટલમાંથી ક્યારે રજા આપવામાં આવશે કે કેમ? અને જ્યારે પ્રજા અપાશે? તે વિશેની દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંશતઃ આવતીકાલે નિર્ણય લેવાઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ હવે પહેલાની જેમ કોરોના મુક્ત થવા પર આગળ વધી રહ્યું છે તે એક આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રની પ્રસંશનીય તેમજ બિરદાવવા લાયક કામગીરી કહી શકાય.

error: Content is protected !!