Saturday, 24/07/2021
Dark Mode

આધાર કાર્ડે દાહોદ વાસીઓના જીવ તાળવે ચોંટાડ્યા:કોરોના પોઝિટિવના વધુ એક કેસની નોંધ થી ખળભળાટ :મૂળ દાહોદ પણ રહેવાસી અમદાવાદનો હોવાનું બહાર આવતા સૌ કોઈએ લીધો રાહતનો દમ

આધાર કાર્ડે દાહોદ વાસીઓના જીવ તાળવે ચોંટાડ્યા:કોરોના પોઝિટિવના વધુ એક કેસની નોંધ થી ખળભળાટ :મૂળ દાહોદ પણ રહેવાસી અમદાવાદનો હોવાનું બહાર આવતા સૌ કોઈએ લીધો રાહતનો દમ

 રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

દાહોદ તા.30

અમદાવાદ ખાતે બી.જે.મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહેલ અને કોરોના પોઝિટિવ આવેલ ૪૧ વર્ષીય ઈસમનું આધાર કાર્ડ વતન દાહોદનું હોઈ રાજ્યકક્ષાએથી દાહોદ ખાતે એક વધુ કેસ નોંધાયા બાબતને્ અપગ્રેડ કરાતા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર સહિત પ્રજાજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે જોકે જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલિક આ અંગે તપાસ કરી ખુલાસો કરતા સૌ કોઈએ રાહતનો દમ લીધો છે.

પ્રાપ્ત વિગત અંગે મળતી માહિતી મુજબ દાહોદ તાલુકાના રેટીયા રહેવાસી લાલાભાઇ પરમાર નામના ૪૧ વર્ષીય ઇસમ કે જે છેલ્લા દસ વર્ષથી અમદાવાદ ખાતે જ રહે છે.અને હાલમાં તેઓની તબીયત બગડતા તેઓને બી.જે.મેડિકલ કોલેજમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાની વાતને લઈને બી.જે.મેડિકલ કોલેજના તંત્ર દ્વારા નામ સરનામું અને આધારકાર્ડ લેવાતા આધારકાર્ડ માં વતન રેટીયાનું એડ્રેસ હોય સ્ટેટ કંટ્રોલ દ્વારા આ પોઝિટિવ આવેલા દર્દીને દાહોદનો ગણાઇ જતા અને તે અંગેનો અહેવાલ પણ પ્રસિદ્ધ કરાવી દેતા આ અંગે જિલ્લામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો દાહોદનો એક વધુ કેસ અંગે જ્યારે તંત્રને પૃચ્છા કરી ત્યારે સૌ કોઈ અચંબામાં પડી ગયા હતા. પરંતુ ઘનિષ્ઠ તપાસના અંતે જિલ્લા સમાહર્તા શ્રી વિજય ખરાડી એ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે દાહોદમાં કોઈ પણ વધુ એક કેસ નોંધાવા પામ્યો નથી અને દર્શાવાઇ રહેલ કોરોનાનો નવો પોઝિટિવ કેસ શરતચૂકથી દાહોદનો ગણાવાઈ ગયો છે હકીકતમાં છેલ્લા દસ વર્ષ કરતાં પણ વધુ સમયથી અમદાવાદ ખાતે રહેતા લાલુ ભાઈ પરમાર નામના ઈસમને આધારકાર્ડના એડ્રેસને કારણે દાહોદનો કેસ ગણાવાઈ ગયો હોય જે તંત્રમાં રજૂઆત કરી અને ભૂલ સુધારવાની તાકીદ કરી હોવાનું જણાવવામાં આવ્યું છે એક તરફ દાહોદમાં ૪ પોઝીટીવ પૈકી એક નવ વર્ષની બાળકી અને એક આરોગ્ય કર્મીને સાજા થતાં રજા આપી દેવાઈ છે અને બાકી રહેલા બે એક્ટિવ કેસો પૈકી ભીલવા ગામના 27 વર્ષીય યુવાનનું કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તેને પણ રજા પર હોવાનું જાણમાં આવ્યું છે ત્યારે કોરોના મુક્ત થવાની કગાર  પર આવેલ દાહોદ જિલ્લામાં શરતચૂકથી વધુ એક કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો

error: Content is protected !!