Friday, 29/03/2024
Dark Mode

દાહોદ:લોકડાઉનના ઉલ્લંઘન બદલ 2 ગોડાઉન તેમજ એક દુકાન મળી કુલ ત્રણ એકમોને સીલ મારતું વહીવટીતંત્ર:વ્યાપારી આલમમાં ફફડાટ ફેલાયો

દાહોદ:લોકડાઉનના ઉલ્લંઘન બદલ 2 ગોડાઉન તેમજ એક દુકાન મળી કુલ ત્રણ એકમોને સીલ મારતું વહીવટીતંત્ર:વ્યાપારી આલમમાં ફફડાટ ફેલાયો

 જીગ્નેશ બારીયા, નીલ ડોડીયાર @ દાહોદ

લોકડાઉન દરમિયાન આવશ્યક ચીજવસ્તુઓની છૂટછાટની વચ્ચે કેટલાક  વ્યાપારીઓ વગર મંજુરીએ પોતાના એકમ ખોલી વ્યાપાર કરતા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ.તગડો નફો રળી લેવા કેટલાક વ્યાપારીઓ કાળાબજાર કરાતા હોવાની વ્યાપક બૂમો વચ્ચે વહીવટી તંત્ર દ્વારા એકમોને સીલ મારતા વ્યાપારી આલમમાં ફફડાટ ફેલાયો.

દાહોદ તા.૩૦
દાહોદ શહેરમાં લોકડાઉનના ઉલ્લંઘન બદલ વધુ  દુકાનો પ્રાંત અધિકારી પાલિકા તંત્ર દ્વારા સીલ કરાતા લોભિયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. હાલ દાહોદના વેપારીઓ દ્વારા જાહેરનામાનો ભંગ કરી દુકાન ચાલુ રખાતા હોવાની મળતી માહિતી પ્રમાણે પાલિકા તંત્ર, મામલતદાર તેમજ પાલિકા તંત્ર સહીતના અધિકારીઓએ  ધામા દાહોદ શહેરમાં સવારથી જ જોવા મળી રહ્યા છે અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાન સિવાયની બીજી દુકાનો જે ચાલુ નજરે પડતાં આવી દુકાનો સામે પાલિકા તંત્રએ સીલ મારવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તાર ખાતે આવેલ જાની મોબાઇલ શોપ, દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ કૈલાશ વાસણ ભંડારનું ગોડાઉન તેમજ દાહોદ શહેરના ગોદી રોડ ખાતે આવેલ રામકૃપા  પ્રોવિઝન નામક કરિયાણાના ગોડાઉન એમ ત્રણ સ્થળો પર પ્રાંત અધિકારી, નગરપાલિકાના અધિકારીઓ,મામલતદારને સાથે રાખી આ ત્રણેય દુકાન સહિત ગોડાઉનોને લોકડાઉનના ઉલ્લંઘન બદલ સીલ કરવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળ્યા અનુસાર ગોદી રોડ આવેલ રામકૃપા પ્રોવિઝનના માલિક રામઅવતાર અગ્રવાલ દ્વારા લોકડાઉનમાં તગડો નફો રળી લેવા પોતાના ગોડાઉન માં આવશ્યક ચીજ-વસ્તુઓ અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની સંગ્રહખોરી કરી ઊંચા ભાવે આ ચીજ વસ્તુઓની વેચાણ કરતો હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી.અને આ બાબતની રજૂઆત મામલતદાર સહિત કલેકટર સુધી પણ પહોંચી હતી.આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી આજરોજ આ લોભિયા વેપારી સામે તંત્રે લાલ આંખ કરી બે  ગોડાઉનતેમજ એક દુકાન મળી ત્રણ એકમો સીલ કરી દેવામાં આવ્યું છે.

error: Content is protected !!