Thursday, 07/11/2024
Dark Mode

રાજ્યના વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર ઘરફોડ તસ્કરો લીમખેડા ડીવાયએસપીની ડિટેક્શન ટીમના હાથે ઝડપાયા

રાજ્યના વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર ઘરફોડ તસ્કરો લીમખેડા ડીવાયએસપીની ડિટેક્શન ટીમના હાથે ઝડપાયા

 મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કાનન દેસાઈ ,લીમખેડા જી.દાહોદ વિભાગ નાઓની ડીટેકશન ટીમ દ્રારા અનડીટેકટ ઘરફોંડ ચોરીના બે ગુનાઓ શોધી કાઢવામાં સફળતા, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધરફોડચોરી ને અંજામ આપનાર બન્ને રીઢા તસ્કરો આબાદ રીતે ઝડપાયા, 

દેવગઢ બારીઆ:- તા.28

 રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં ઘરફોડ ચોરીઓને અંજામ આપી તરખાટ મચાવનાર બે  ઘરફોડ તસ્કરોને લીમખેડા ડીવાયએસપીની ડિટેક્શન ટીમે બાતમીના આધારે ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે ઉપરોક્ત પકડાયેલા બન્ને ઘરફોડ તસ્કરોની ઘનિષ્ટ  પૂછપરછ હાથ ધરી બન્ને દ્વારા અગાઉ કેટલા ગુનાઓને અંજામ આપવામાં આવેલ છે તેમાં પોલીસ જોતરાઇ ગઇ હોવાનું જાણવા મળેલ છે

રાજ્યના સુરત શહેર તથા પુર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લાના અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાઓ ડીટેકટ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ,ગોધરા નાઓની માર્ગદર્શન અન્વયે મહે.પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોયસર સાહેબ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી કલ્પેશ ચાવડા સાહેબ નાઓની સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. કાનન દેસાઈ લીમખેડા મળેલ બાતમીના આધારે જીલ્લાના જેસાવાડા વિસ્તારના વડવા ગામના નિશાળ ફળીયાનો વાઘજી કીકા ભાભોર તથા તળાવ ફળીયાનો હીમસીંગ નબળા માવી એમ બંને જણા વડવાથી એક સફેદ કલરનું નંબર વગરનું ટીવીએસ અપાચી મોટર સાયકલ લઇને ધાનપુર થઈને દે.બારીયામાં સાગનું લાકડું ખરીદવા માં આવનાર છે તેવી બાતમીના આઘારે બનાવેલ ડીટેકશન ટીમના પીએસઆઈ એ.એન.પરમાાર, કિરીટભાઈ ભેમાભાઈ રણજીતસિંહ ફતેસિંહ, કિરણભાઇ ખાતુભાઇ તથા દેવ.બારીયાના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.કે.ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.પી.કરેણ, દાહોદ, એલ.સી.બી.ટીમના એ.એસ.આઈ સોમાભાઈ રત્નાભાઈ,  કરણભાઈ બચુભાઈ, ગલુભાઈની સાથે ધાનપુર ચોકડી ઉપર હકીકતવાળી મોટર સાયકલ આવતાં તેને સ્થળ ઉપર સાથેના પોલીસ સ્ટાફના માણસોએ ઝડપી પાડી પુછપરછ કરતાં તેઓએ તેમના સાગરીતોએ મળીને સુરત શહેર તેમજ પુર્વ-કચ્છ,ગાંધીઘામ જીલ્લા ખાતે ઘરફોડ ચોરીની કબુલાત કરતા પોલીસે બન્ને  વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે

(૧) સુરત શહેર ખટોદરા પો.સ્ટેસન ખાતે ગુ.નં.૧૧૨૧૦૦૨૩૨૦૦૦૨૯ ઈ.પી.કો.કલમ ૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબની ભગવાન મહાવીર સંસ્થાની કોલેજમાં રૂ.૫૦,૦૦,૦૦૦/- ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો.
(૨) પુર્વ કચ્છ, ગાંધીધામ જીલ્લાના અંજાર પો.સ્ટેસન ખાતે ગુ.ર.નં ૨૬૨/૨૦૧૯. ઈ.પી.કો કલમ ૩૮૦,૪૫૪ મુજબ
પકડાયેલ આરોપીઓ :-
(૧) હીમસીંગભાઈ નબળાભાઈ જાતે. માવી ઉ.વર્ષ. ૪૦ રહેવાસી ગામ વડવા, તળાવ ફળીયુ, તા.ગરબાડા, જી.દાહોદ.
(ર) વાઘજીભાઈ કીકાભાઈ જાતે. ભાભોર ઉ.વર્ષ. ૨૯ ૨હેવાસી ગામ વડવા, નિશાળફળીયું, તા.ગરબાડા, જી.દાહોદ.

’રીક્વર કરેલમુદામાલ :-
(૧) ભારતીય ચલણનારોકડ રૂ.ર,૩૫,૦૦૦/- મળી આવેલ
(૨) એક સફેદ કલરની ટીવીએસ કંપનીની અપાચી મોટરસાયકલ આગળ પાછળ નંબર વગરની કિંમત રૂ.૧,૧૩૯૦૦/-

error: Content is protected !!