Sunday, 09/02/2025
Dark Mode

ખાનપુરના મુડાવડેખ ખાતે પતિ-પત્નીએ સજોડે ગળે ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું: પોલીસ તપાસમાં જોતરાઈ

ખાનપુરના મુડાવડેખ ખાતે પતિ-પત્નીએ સજોડે ગળે ફાંસો ખાઈ આયખું  ટુંકાવ્યું: પોલીસ તપાસમાં જોતરાઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર

સંતરામપુર તા. 27
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામના બરિયાના ટીંબા ફળિયામાં પતિ-પત્નીના જોડાએ અગમ્ય કારણોસર ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હોવાનું જાણવા મળેલ છે

પ્રાપ્ત માહિતી અનુસાર મહિસાગર જિલ્લાના મુડાવડેખ ગામના ટીંબા ફળિયાના રહેવાસી જયંતીભાઈ બારીઆ તેમજ તેમની પત્ની મંગુબેને અગમ્ય કારણોસર ગામના પાદરે ઝાડ પર દોરી વડે ગળેફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી દીધી હતી ત્યારબાદ આ ઘટનાની જાણ ગ્રામ લોકોને થતા તેઓએ ઘટના સંબંધી જાણકારી પોલીસને કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બન્ને પતિ-પત્નીની લાશોને ઝાડ પરથી નીચે ઉતારી પીએમ માટે બકોર સરકારી દવાખાને મોકલી દીધી હતી. જોકે બન્ને પતિ-પત્નીએ કયા કારણોસર ગળેફાંસો ખાધો તે હાલ જાણી શકાયું નથી.પરંતુ પોલીસે જરૂરી કાગળિયા કરી આત્મહત્યા નું સાચું કારણ શોધવામાં જોતરાઇ ગઇ છે.

error: Content is protected !!