Tuesday, 26/10/2021
Dark Mode

પશુ વિભાગ દ્વારા રૂપા હાથણીનું સારવાર દરમિયાન મોત,રાજસ્થાનના સલોપાટ ગામે કરાઈ અંતિમવિધિ:ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી અંતિમવિધિમાં જોડાયા

પશુ વિભાગ દ્વારા રૂપા હાથણીનું સારવાર દરમિયાન મોત,રાજસ્થાનના સલોપાટ ગામે કરાઈ અંતિમવિધિ:ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી અંતિમવિધિમાં જોડાયા

હિતેશ કલાલ @ સુખસર 

પશુ વિભાગ દ્વારા હાથણી ની સારવાર બાદ ટૂંક સમયમાં થયું મોત, રાજસ્થાનના  સલોપાટ ગામે કરાઈ અંતિમવિધિ,ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી અંતિમવિધિમાં જોડાયા

 સુખસર તા.27

ગુજરાત રાજ્યની સરહદે આવેલા રાજસ્થાન સલોપાટ ગામે રૂપા નામની હાથણી ની સારવાર બાદ ટૂંક સમયમાં મોત નિપજયું હતું ગુજરાત પશુપાલન વિભાગની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી હતી હતી બુધવારના રોજ હાથ ની અંતિમ વિધિ કરાઇ હતી જેમાં ગ્રામજનો વેપાર ધંધા બંધ રાખી અંતિમ વિધિમાં જોડાયા હતા.

  ઉત્તર પ્રદેશથી સાધુ-સંતો ગ્રુપ  હાથણી સાથે ફેરી માટે નીકળ્યા હતા જેમાં ઝાલોદ તાલુકાના વિસ્તારમાં હાથણી બીમાર પડતા ગુજરાત પશુપાલન વિભાગની ટીમ દ્વારા મંગળવારના રોજ સારવાર આપવામાં આવી હતી જેના ટૂંક સમય બાદ મોત નિપજતા સાધુ સંતોમાં શોક છવાઈ ગયો હતો આ હાથણી નું રાજસ્થાન ગુજરાત સરહદ પર આવેલા સલોપાટ ગામે અંતિમવિધિ કરવામાં આવી હતી બુધવારે અંતિમવિધિ કાર્યક્રમમાં આખું ગામ જોડાયું હતું અને વેપાર-ધંધા પણ બંધ રાખ્યા હતા રામના નારા સાથે અંતિમ વિધિ યોજાઈ હતી ક્રેઇનની મદદથી તેની અંતિમવિધિ કરાઇ હતી.

પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલ સારવાર હાથણીને માફક ન આવી હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!