Thursday, 16/01/2025
Dark Mode

દે. બારિયામાં લોકડાઉનના ભંગ બદલ “આધાર મોલ” ને બંધ કરાવતું નગરપાલિકા તંત્ર:સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

દે. બારિયામાં લોકડાઉનના ભંગ બદલ “આધાર મોલ” ને બંધ કરાવતું નગરપાલિકા તંત્ર:સંચાલક વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા નગરમાં આવેલ આધાર મોલના સંચાલક દ્વારા જાહેરનામાનો ભંગ કરવા બદલ તંત્ર દ્વારા મોલ બંધ કરાવતા અન્ય વેપારીઓમાં ફફડાટ,જાહેરનામાનો ભંગ કરવા બદલ આધાર મોલને બંધ કરાયો,જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ.

દે.બારીયા તા.27

કોરોના વાઈરસને લઇ મહામારી ઊભી થવા પામી છે. ત્યારે આ વાઈરસના સંક્રમણ વધતા તેને અટકાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. ત્યારે આ સંક્રમણને લઇ દેશ-રાજ્ય સરકાર તેમજ જિલ્લા કલેકટર દ્વારા પણ એકથી વધુ લોકો એકત્ર ભેગા ન થવા સહિતનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે કેટલાક લોકો આ જાહેરનામાં નું પાલન કરે છે ને કેટલાક લોકો આ જાહેરનામાં નો ખુલ્લે આમ ભંગ કરતા દેખાય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા તારીખ ૨૭ એપ્રિલના રોજ કેટલીક દુકાનો ખોલવાની જાહેરાત કરવામાં આવતા દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આવેલ આધાર મોલના સંચાલક દ્વારા મોલ વહેલી સવારથી ખોલી મોડી સાંજ સુધી ખુલ્લો રાખતા જે બાબતની જાણ દેવગઢબારીયા પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત નગર પાલિકાના ચીફ ઓફિસરને જાણ થતાં તે મોલ ઉપર સ્ટાફ સાથે દોડી જઈ મોલ કેમ ખુલ્લો રાખ્યોનું પૂછતાં તેમણે આ મોલ ચાલુ રાખવા ઉપરથી તેમને સૂચન કર્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે દાહોદ જિલ્લા કલેકટરશ્રીના જાહેર નામાંનો ભંગ થયો હોવાથી પોલીસ દ્વારા કલમ ૧૮૮ મુજબ ગુન્હો નોધી બીજી સુચના ના મળે ત્યાં સુધી આ આધાર મોલને નગર પાલિકા દ્વારા રોજ કામ(પંચ નામુ) કરી બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારે આ આધાર મોલ તંત્ર દ્વારા બંધ કરાવ્યાની વાત વાયુ વેગે પ્રસરતાં નગરના અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

error: Content is protected !!