Wednesday, 04/12/2024
Dark Mode

સીંગવડ:નવાગામના જંગલમાંથી સાગી લાકડાની કપાયેલી 17 વળીઓ વનવિભાગની ટીમે ઝડપી પાડી:વનવિભાગની ટીમને જોઈ લાકડાંચોર ભાગી છૂટયા

સીંગવડ:નવાગામના જંગલમાંથી સાગી લાકડાની કપાયેલી 17 વળીઓ  વનવિભાગની ટીમે ઝડપી પાડી:વનવિભાગની ટીમને જોઈ લાકડાંચોર ભાગી છૂટયા

કલ્પેશ શાહ @ સીંગવડ 

સીંગવડ તા.27

સિંગવડ તાલુકાના નવાગામમાંથી સાગી લાકડાની 17 વળીઓ પકડવામાં આવી સિંગવડ તાલુકાના રેંજ ફોરેસ્ટ ઓફિસની હદમાં આવેલા નવાગામમાં ગત રોજ ના દિવસે રણધીકપુર આર.એફ.ઓ તથા તેમના સ્ટાફ દ્વારા નવાગામમાં સાગી લાકડાં કાપીને લઈ જવાતી હોય તેવી જાણ થતા રેન્જ વનવિભાગના અધિકારીઓ દ્વારા સવારના છ વાગ્યાના અરસામાં વોચ ગોઠવીને ઉભા રહેતા તેવામાં આ સાગી લાકડા વળીયો કાપતા લોકોને પકડવા જતાં તે લોકો ત્યાંથી નાસી છૂટયા હતા તે સાગી લાકડાની 17 વળી ઓ પકડી પાડવામાં આવી હતી તથા આ સાગી લાકડા ની વળ્યો પકડીને ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.તથા ગુનેગારો સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે જંગલ ખાતામાં બની રહ્યા છે.કેમ કે લોકોને હવે કાંઈ કામ નથી તો તે જંગલમાં જઈને સાગી લાકડા કાપવાનું કામ કરે છે. અને જંગલને નષ્ટ કરવાનું કામ કરે છે ખરેખર જંગલને સાચવવું જોઈએ

error: Content is protected !!