Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા નગરજનોમાં ફફડાટ:સ્થાનિક લોકોએ પોતાના વિસ્તાર સીલ કર્યા

સંતરામપુરમાં કોરોના પોઝીટીવનો કેસ નોંધાતા નગરજનોમાં ફફડાટ:સ્થાનિક લોકોએ પોતાના વિસ્તાર સીલ કર્યા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર નગરમાં પોઝિટિવ કેસ આવતા સ્થાનિક રહીશોએ પોતાના વિસ્તારો સીલ કરી દીધા

સંતરામપુર તા.26

સંતરામપુર નગરમાં કોરોના પોઝિટિવ કેસ પગપેસરો કરતા જ સંતરામપુર નગરવાસીઓમાં વ્યાપક ફફડાટ જોવા મળ્યો હતો.મહિસાગર જિલ્લા કલેકટરે આદેશ મુજબ સંતરામપુરનો વોર્ડ નંબર 2 પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે બીજી બાજુ અન્ય વિસ્તારોમાં સ્થાનિક લોકો પોતાની સલામતી માટે નગરના અલગ-અલગ વિસ્તારો પોતાની રીતે દરેક જગ્યાએ રસ્તાઓ સીલ કર્યા હતા.સંતરામપુર નગરની સત્ય પ્રકાશ સોસાયટી અમરદીપ સોસાયટી રજાનગર પટેલ ફળિયા સુતારવાડા અલગ અલગ વિસ્તારોમાં પોતાની રીતે અને નગરજનોમાં જાગૃતિ આવતાં જ પોતાની પોતાના પરિવાર માટે સંતરામપુર જવા માટે પોલીસ આરોગ્ય પાલિકા તમામ સરકારી તંત્રને સહકાર આપીને લોકડાઉનનું પાલન અને અમલ કરી રહ્યા છે.

error: Content is protected !!