Friday, 21/01/2022
Dark Mode

દાહોદના તબીબની સિદ્ધિ:લેપ્રોસ્કોપી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી 4.5kg ની ગાંઠનો ઓપરેશન કરી ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

દાહોદના તબીબની સિદ્ધિ:લેપ્રોસ્કોપી દ્વારા મહિલાના ગર્ભાશયમાંથી 4.5kg ની ગાંઠનો ઓપરેશન કરી ગ્રીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદના તબીબનો નવો કીર્તિમાન, એક મહિલાના ગર્ભાશયમાંથી 4.5kg ની ગાંઠને લેપ્રોસ્કોપી દ્વારા દુર કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, અગાઉ આ રેકોર્ડ 4.1kg નો નોંધાયેલો છે.મહિલાને મોટી ચીરફાડવાળા ઑપરેશનમાંથી બચાવવાં તબીબે આ ઑપરેશનને ચેલેન્જની જેમ સ્વીકારી લેપ્રોસ્કોપી તેમજ અદ્યતન ટેક્નોલોજીના માધ્યમથી સફળતાપૂર્વક પાર પાડી દાહોદનું ગૌરવ વધાર્યું,

દાહોદ તા.૨૬

દાહોદના આશીર્વાદ હોસ્પિટલના તબીબ કેતન પટેલ દ્વારા 49 વર્ષની મહિલાના ગર્ભાશયમાથી આશરે 4.5 કિલોની ગાંઠનું ઓપરેશન કરી ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં  સ્થાન મેળવવા એપ્લીકેશન કરી છે. લેપ્રોસ્કોપી દ્વારા આટલી મોટી ગાંઠનું ઓપરેશન ખુબજ જુજ થવા પામ્યા છે અને આ અગાઉના રેકોર્ડને આંબ્યો હોવાના દાવા સાથે દાહોદના તબીબે નવો કિર્તીમાન સર્જયો છે.

દાહોદ શહેરમાં રહેતી એક બહેનને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા દાહોદની આર્શિવાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હત જ્યાં એમનું ચેકઅપ કરતાં જાણવા મળ્યુ કે, એમનું પેટ મોટુ થઈ ગયેલ છે.જે લગભગ નવ મહિનાના ગર્ભ હોય તેવી સાઈઝનું હતુ જ્યારે એક રિપોર્ટ કરાવતા રિપોર્ટ જાઈ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા.મહિલાના પેટમાં ગર્ભાશયની 25×22×12 CT ની આટલી મોટી ગાંઠ ભાગ્યે જ જોવા મળી હતી.આટલી મોટી ગાંઠના કારણે દર્દીને પેશાબમાં, શ્વાસમાં અને પાચનતંત્રમાં દબાણના કારણે તકલીફ થતી હોવાથી ઓપરેશન કરવાનું નક્કી કરાયું હતુ. સામાન્ય રીતે આટલી મોટી ગાંઠ કાઠવા શરીરના ભાગે લગભગ 25 CT નો   ઉભો ચિરો મુકવો પડતો હોય છે પરંતુ હોસ્પિટલમાં  અને તબીબોની નિપુર્ણતાના કારણે માત્ર 2 CT ના ચીરાથી ઓપરેશન સફળ રીતે પાર પાડવામાં આવ્યું હતુ અને દર્દીને મોટી ચીર – ફાડથી બચાવવામાં આવ્યો હતો.
ઓપરેશન દરમ્યાન દર્દીના શરીરમાં આતરડા તથા પેશાબની નળીયો ગાંઠ સાથે જોડાઈ ગયેલી હતી. જે તબીબો માટે એક મોટી ચેલેન્જ હતી પરંતુ લેપરોસ્કોપીમાં દ્રશ્ય મોટુ દેખાય છે જેના કારણે આ ઓપરેશન વિના વિધ્ને કરવામાં આવ્યું હતુ. દર્દી સ્વસ્થ્ય થઈ બીજા દિવસે હોસ્પિટલમાંથી ચાલતા ઘરે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર આટલી મોટી ગાંઠ કી – હોલ સર્જરી દ્વારા કાઢવામાં આવી હોય એળી વિશ્વની આ કદાચ પહેલી ઘટના છે. ગિનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં સૌથી મોટામાં મોટી ગાંઠનો રેકોર્ડ 4.1kg નો નોંધાયેલ છે જ્યારે આ ઓપરેશનમાં કાઢેલી ગાંઠનું વજન કરતાં 4.5kg થયુ છે. દાહોદ જેવા નાનકડા શહેરમાં આટલી જટીલ સર્જરી સફળતા પુર્વક પાર પાડી ર્ડા. કેતન પટેલે આ કેસને ગિનીશ બુક ઓફ વલ્ડ રેકોર્ડમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે.

દર્દીની સેફ્ટી તબીબો માટે સૌથી અગ્રીમતા હોય છે. ડોક્ટરની કુશળતા, દર્દીની દ્રઢતા અને એડવાન્સ ટેકનોલોજીની મદદથી આ અશક્ય કાર્ય શક્ય બન્યુ છે.

error: Content is protected !!