Wednesday, 04/12/2024
Dark Mode

નરસિંગપુર ગામે થી 3.5 કિલો ગાંજાનો જથ્થા સાથે ત્રણ વ્યક્તિઓને ઝડપી પાડતી મહીસાગર એસઓજી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર/હિતેશ કલાલ @ સુખસર 

સંતરામપુર તાલુકાના નરસિંગપુર ગામે થી 3.5 કિલો ગાંજાનો જથ્થો પકડાયો,ફતેપુરાના મારગાળા હિંગલા અને સંતરામપુર નરસિંગપુર નો રહેવાસી હતા.મહીસાગર એસ.ઓ.જી એમ.કે માલવયા સહિત સ્ટાફ દ્વારા ઓપરેશન પાર પાડ્યું

સંતરામપુર/સુખસર તા.26

  પંચમહાલ પોલીસ મહાનિદેશક  એમએસ બરાડા  અને મહિસગર જિલ્લા પોલીસ વડા  ઉષા રાડાની સૂચનાથી  એસઓજી પીઆઇ એમ.કે માલવયા સહિત સ્ટાફ દ્વારા ચોક્કસ  બાતમીના આધારે  સંતરામપુર તાલુકાના નરસિંહપુર ગામે ખુટા ફળિયામાંથી  મુકેશ ભાઈ ઉર્ફે અંબાલાલ શંકરભાઈ સંગાડા નરસિંગપુર ગેરકાયદેસર રીતે ગાંજાનો લે વેચ કરે છે અને અમુક ઇસમો તેને ગેરકાયદેસર રીતે ગાંજો આપતા   હતા બે જણા મોટરસાયકલ ઉપર થેલો લઈને આવતા હતા એસ.ઓ.જી પો.કો  ભવદીપસિંહ પુષ્પસિંહ સહિત પોલીસ સ્ટાફે વોચ ગોઠવીને ચારે બાજુ ઘેરો ઘાલીને ત્રણે જણને ગેરકાયદેસર અને અનઅધિકૃત માદક પદાર્થ સાડા ત્રણ કિલો ગાંજાનો જથ્થો સાથે રંગે સાથે ત્રણ-ત્રણ ને પોલીસે પકડી પાડયા હતા મુકેશ અંબાલાલ શંકર સંગાડા નરસિંગપુર પર્વતભાઈ રામસિંગભાઈ વણઝારા મારા ગાડા તાલુકો ફતેપુરા ચંદુભાઈ સળિયા ભાઇ ડામોર ગામ હિંગલા તાલુકો ફતેપુરા આ ત્રણેય શખ્સો પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પ્લાસ્ટિકની થેલીમાં વનસ્પતિ જેવો ભેજવાળી માદક પદાર્થ મોટર સાયકલ  કુલ મળીને મુદ્દામાલ સાથે 35,658 મુદ્દામાલ જપ્ત કરીને ત્રણ ઈસમો પર ગુનો દાખલ કર્યો છે બે વર્ષ અગાઉ પણ સંતરામપુર તાલુકામાં થી ગાંજાનો જથ્થો ઝડપાયો હતો આ રીતે સંતરામપુરમાં આવી ગેરકાયદેસર રીતે ગાંજાના વેપારી હતા પોલીસની બાજ નજર હેઠળ સઘન તપાસ ચાલી રહી છે.

error: Content is protected !!