Friday, 19/04/2024
Dark Mode

સરપંચ અને તલાટીના મનસ્વી વહીવટના કારણે ખાડે ગયું તંત્ર:પંચાયતના સભ્ય દ્વારા કચેરીને તાળાબંધી કરાતા ચકચાર

સરપંચ અને તલાટીના મનસ્વી વહીવટના કારણે ખાડે ગયું તંત્ર:પંચાયતના સભ્ય દ્વારા કચેરીને તાળાબંધી કરાતા ચકચાર

સંજય કલાલ, ફતેપુરા /હિતેશ કલાલ, સુખસર 

ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી ના મનસ્વી વહીવટ, તેમજ પંચાયતના કેટલાક કર્મચારીઓ દ્વારા સાંઢગાંઢ કરી સરકારી કોમ્પલેક્ષના વહીવટમાં ગેરરીતી આચરી સરકારી તિજોરીને ચૂનો ચોપડ્યો હોવાના આક્ષેપો,  ફતેપુરા નગરમાં આરોગ્ય, ગંદકી, પંચાયતના કર્મચારીઓ,સફાઈ કામદારો છેલ્લા 5માસથી પગારથી વંચિત,  સાફસફાઈ, આડેધડ દબાણોથી થતી ટ્રાફિક સમસ્યા જેવી પાયાની સુવિધાનો અભાવ,વારંવાર રજૂઆતો છતાંય પરિણામ શુન્ય,ગ્રામપંચાયતના ખાડે ગયેલા વહીવટથી કંટાળેલા પંચાયતના સભ્યો દ્વારા પંચાયત કચેરીને તાળાબંધી કરાતા ચકચાર,સમગ્ર કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન.  

 ફતેપુરા/સુખસર  તા.25

ફતેપુરા ગ્રામ પંચાયત ની હદમાં આવેલ ગામતળ વિસ્તારના લોકો દ્વારા જાહેરમાર્ગ ઉપર દબાણ કરાતા રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો આડેધડ દબાણના કારણે કાયમી ધોરણે ટ્રાફિકજામ ના દ્રશ્યો જોવા મળતા હતા.ગામમાં ઠેર-ઠેર ગંદકી, તેમજ સાફસફાઇના અભાવે જ્યાં જુવો ત્યાં ગંદકીના ઢગલા જોવા મળતા હતા.ફતેપુરા પંચાયત કોમ્પલેક્ષની 31 દુકાનો પંચાયત દ્વારા ખાલી ન કરાતા નવિન ટેન્ડર જાહેર ન કરાતા પંચાયતના સભ્યોએ જ ફતેપુરા ગ્રામ પંચાયતના ખોરંભે પાડેલા વહીવટથી કંટાળી આજરોજ પંચાયત કચેરીને તાંળા બંધી કરી વિરોધ નોંધાવતા સમગ્ર ઘટના ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે

વિવિધ મુદ્દાઓ થી ત્રસ્ત અને નગરના વિકાસમાં અડચણરૂપ તત્વોને ઉઘાડું પાડવા ઉપલી કક્ષાએ જાણ કરી  આજરોજ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી છે

ગ્રામ પંચાયત ના વહીવટી કામ માં અનેક ગેરરીતીઓ ચાલી રહી છે ફતેપુરા બસ સ્ટેશન પર ગ્રામ પંચાયત નું શોપિંગ સેન્ટર આવેલું છે. જેમાં પાંચ વર્ષનો કરાર કર્યો હતો પરંતુ 20 વર્ષ થઇ ગયા છે છતાં દુકાન નું ભાડું વસુલ લેવામાં આવતું નથી પંચાયતમાં 300 રૂપિયા જમા કરાવે છે પરંતુ ગેરકાયદેસર રીતે પેટા ભાડુઆતો પાસે પાંચ લાખ ડિપોઝિટ અને ૨૦ હજાર જેટલું લઇ તે રકમ પંચાયતના સત્તાધીશો, સરપંચ, તલાટી ભેગા મળી બારોબાર ચાંઉ કરી જાય છે. આ બાબતે અમે રજૂઆત કરી પરંતુ વહીવટી તંત્ર આંખ આડા કાન કોઈ કાર્યવાહી કરી નથી તેમજ  અન્ય વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરવા ની અનેક રજૂઆતો કરેલ છે છતાં સરપંચ અને તલાટી દ્વારા મનસ્વી વર્તન કરવામાં આવતું હોવાથી આજે અમારે પંચાયતને તાળાબંધી  કરી છે.

વિશાલ નહાર( ગ્રામ પંચાયત સભ્ય ફતેપુરા)

ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરનાર વિરુદ્ધ અને શોપિંગ સેન્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા સૂચના આપી દીધી છે. 

દિનેશભાઈ તડવી (તાલુકા વિકાસ અધિકારી ફતેપુરા)

ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરનાર સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે તેમજ શોપિંગ સેન્ટરના દુકાનદારોને દુકાનો ખાલી કરવા માટે ૪૮ કલાકની મુદત આપી નોટિસ આપવા તલાટી ને સૂચના આપી છે દુકાનો ખાલી ન કરે તો સમયમર્યાદા બાદ સીલ મારવાની સુચના આપી છે.

error: Content is protected !!