Thursday, 28/03/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓની હડતાલ વચ્ચે કુટુંબ નિયોજન કેમ્પ પૂર્ણ કરાયો

ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓની હડતાલ વચ્ચે કુટુંબ નિયોજન કેમ્પ પૂર્ણ કરાયો

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ની હડતાલ વચ્ચે કુટુંબ નિયોજન કેમ્પ પૂર્ણ કરાયો,હડતાલ સિવાયના કર્મચારીઓ હાજર રહ્યા હતા,37 મહિલાઓના કુટુંબ નિયોજન ઓપરેશન કરાયા.

સુખસર તા.22

ફતેપુરા તાલુકા અને દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે મોટાભાગના સ્થળે હડતાલના કારણે આરોગ્યલક્ષી કામગીરી ઠપ્પ થઈ જવા પામી છે જ્યારે સુખસર ખાતે યોજાયેલા કુટુંબ નિયોજન કેમ્પમાં 37 મહિલાઓના કુટુંબ નિયોજનના ઓપરેશન કરાયા હતા હડતાલ સિવાયના કર્મચારીઓ હાજર રહી કામગીરી પૂર્ણ કરી હતી.

દાહોદ જિલ્લા સહિત રાજ્યભરમાં પડતર પ્રશ્નોને લઇ આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યલક્ષી સેવાઓ ઠપ થઈ જવા પામી છે જિલ્લામાં કેટલાક સ્થળે હડતાલના કારણે કુટુંબ નિયોજનના કેમ પણ થઈ શક્યા ન હતા જ્યારે બુધવારે અપાતી વિવિધ રસિ પણ આપવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ફતેપુરા તાલુકાના સુખસરમાં શનિવારે કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પ યોજાયો હતો જેમાં આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર હોવા છતાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. કે .આર. હાંડા  રૂબરૂ હાજર રહીને આઉટસોર્સિંગ અને અન્ય કર્મચારીઓની મદદ થી ૩૭ જેટલી મહિલાઓના ઓપરેશન કરાવવામાં આવ્યા હતા. હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની ખોટ વર્તાય ન હોવાનું જાણવા મળ્યું હતું.

error: Content is protected !!