Friday, 18/04/2025
Dark Mode

ફતેપુરાના જવેસી હિંગલામાં ૩૪ વર્ષ જૂના જર્જરીત ઓરડાઓમાં જીવના જોખમે અભ્યાસ કરતા નાના ભૂલકાઓ

ફતેપુરાના જવેસી હિંગલામાં  ૩૪ વર્ષ જૂના જર્જરીત ઓરડાઓમાં જીવના જોખમે અભ્યાસ કરતા નાના ભૂલકાઓ

હિતેશ કલાલ@ સુખસર 

ફતેપુરા ના જવેસી હિંગલામા ૩૪ વર્ષ જૂના જર્જરીત ઓરડાઓમાં અભ્યાસ કરતા નાના ભૂલકાઓ,શાળાના પોપડાઓ પણ ખરી પડતા સળિયા દેખાવા લાગ્યા, જીવના જોખમે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

પ્રતિનિધિ તા. 21

ફતેપુરા તાલુકાના જવેસી અને હિંગલા ગામે આવેલી પ્રાથમિક શાળાઓમાં દીવાલો જર્જરિત અને ધાબુ પણ પોપડા ખરતા સળિયા દેખાવા લાગેલા હાલતમાં નાના ભૂલકાઓને જીવના જોખમે અભ્યાસ કરવાનો વારો આવ્યો છે ૩૪ વર્ષ જૂના ઓરડાઓ હોવાનું જાણવા મળ્યું હતું   ફતેપુરા તાલુકાના જવેસી ગામે હોળી ફળિયા અને ઢીંગલા ગામે ભાટિયા ફળિયામાં ધોરણ 1 થી 5 ની શાળા કાર્યરત છે જેમાં ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવે છે આ શાળામાં માત્ર બે ઓરડા આવેલા છે અને તે પણ જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયેલા છે વર્ષ ૧૯૮૫ એટલે કે ૩૪ વર્ષ જુના ઓરડા ઓમાં આ વિદ્યાર્થીઓ અભ્યાસ મેળવી રહ્યા છે શાળા ની હાલત નજરે જોતાં દીવાલો જર્જરિત થઈ ગઈ છે તિરાડો પડી ગઇ છે ધાબા માં પણ પોપડા ખરી રહ્યા છે અને સળિયા દેખાવા લાગ્યા છે ચોમાસામાં ચારેકોર પાણી પડે છે આવા જર્જરિત ઓરડાઓમાં જીવના જોખમે નાના ભૂલકાઓને અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. હરિઓમ આશ્રમ પ્રેરિત વર્ષ 1985માં આ ઓરડા બનાવાયા હતા ત્યાંથી હજી સુધી આ ઓરડાઓ ની કામગીરી હાથ ધરાઈ જ નથી?

શાળામાં પીવાના પાણીની ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન 

 તાલુકા સહિત જિલ્લામાં તમામ પ્રાથમિક શાળાઓમાં વાસ્મો દ્વારા બાળકોને પીવાના પાણી માટે ની ટાંકીઓ બનાવી હતી પરંતુ મોટાભાગની શાળાઓ માં આ ટાંકી માત્ર શોભાના ગાંઠિયા સમાન જોવા મળી રહી છે અધુરી કામગીરીના કારણે આ ટાંકી નો ઉપયોગ થતો ન હોવાનું જાણવા મળ્યું હતું

નવીન ઓરડા બનાવવા કેટલીય વખત દરખાસ્ત કર્યા બાદ પણ પરિણામ શૂન્ય :શાળાના આચાર્ય 

આ બાબતે પ્રાથમિક શાળાના આચાર્ય જોડે વાત કરતાં તેઓએ જણાવેલ કે દર વર્ષે સી.આર.સી દ્વારા શાળા મુલાકાત કરવા માં આવે છે અને જેનો રિપોર્ટ અમો દ્વારા દર વર્ષે મોકલવામાં આવે છે તેમજ નવીન ઓરડાઓ માટે દરખાસ્ત પણ આપી દીધી છે છતાં હજુ સુધી નવીનીકરણ માટેની કામગીરી કરવામાં આવી નથી. 

error: Content is protected !!