Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ:બે માસ બાદ પ્રમુખપદની ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં કાવાદાવા શરૂ:પાલિકાના કેટલાક સુધરાઈ સભ્યો ભુગર્ભમાં ઉતરી જતા ઝાલોદનું રાજકારણ ગરમાયુ

ઝાલોદ:બે માસ બાદ પ્રમુખપદની ચુંટણીને લઈને રાજકીય પક્ષોમાં કાવાદાવા શરૂ:પાલિકાના કેટલાક સુધરાઈ સભ્યો ભુગર્ભમાં ઉતરી જતા ઝાલોદનું રાજકારણ ગરમાયુ

 હિરેન પંચાલ @ ઝાલોદ 

 ઝાલોદ નગર પાલિકાની સત્તા મેળવવા ધમ પછાડા શરૂ, બે માસ બાદ પ્રમુખ ની ચુંટણી ને લઈને કાવાદાવા હમણાંથી જ શરૂ.પાલિકાના કેટલાક સુધરાઈ સભ્યો ભુગર્ભમાં ઉતરી જતા ઝાલોદનું રાજકારણ ગરમાયુ.કોંગ્રેસ માટે સત્તા ટકાવી રાખવીએ પડકારરૂપ જ્યારે ભાજપ વનવાસ કાપી ફરી સત્તામાં આવવા માટે એડીચોંટીનું જોર લગાવવામાં જોતરાયું  

ઝાલોદ તા.19

ઝાલોદ નગર પાલિકાની સત્તા હાંસલ કરવા માટે પાલિકાના સભ્યોમાં હાલથી જ ખેંચતાણ જોવા મળી રહી છે. અગાઉ કોંગ્રેસના ભાગે રહેલી પાલિકા હાલ અપક્ષ ના સાથથી કોંગ્રેસ કે ભાજપ કોના ફાળે રહે છે.તે ઉપર સૌ કોઈની મીટ મંડાયેલી છે. ત્યારે, આ અંગેની તડજોડના પગલે ઝાલોદ નું રાજકીય વાતાવરણ ગરમાયું છે
ત્યારે અઢી વર્ષ અગાઉ થયેલી ઝાલોદ નગર પાલિકાની ચુંટણીમાં કોંગ્રેસે પોતાનો વનવાસ કાળ પૂર્ણ કરી અને પાલિકાની સત્તા હાંસલ કરી હતી. ત્યારબાદ પાલિકા ની ખુરશી પર ભાજપનો જાણે વનવાસ કાળ શરૂ થયો હતો. પોતાનો સત્તા પરનો વનવાસ કાળ લાંબો ના ખેચાય તે માટે ભાજપ દ્વારા અઢી વર્ષ ના આ સમયગાળા માં એડીચોંટીનું જોર લગાવ્યા છતાં, તેમાં કોઈ ખાસ સફળતા મળી નહોતી.ત્યારબાદ કોંગ્રેસ સમર્થિત બોડીનો કાર્યકાળ પૂર્ણ થવાને આરે છે.ત્યારે, આગામી અઢી વર્ષ પોતાના ફાળે રહે અને પોતાનો વનવાસ કાળ પૂર્ણ થાય તે માટે ભાજપ દ્વારા કોંગ્રેસ ના અસંતુષ્ટો તથા અપક્ષના સહકારથી આગામી અઢી વર્ષની સત્તા હાસલ કરવા માટે હાલ થી જ લાગી ગયેલ જોવા મળી રહ્યું છે.જોકે આગામી ઓગસ્ટ માસમાં પાલિકાના હાલના પ્રમુખની મુદ્દત પૂર્ણ થાય છે. અને નવીન પ્રમુખ ની ચુંટણી યોજાનાર છે. ત્યારે બે માસ જેટલો લાંબો સમય ગાળો હોવા છતાં પાલિકાના કેટલાક સભ્યો ભૂગર્ભ માં ઉતરી ગયા છે.જેમાં કોંગ્રેસના પણ કેટલાક સભ્યો હોવાનું હાલ સપાટી પર આવ્યું છે. ત્યારે માંડ માંડ મળેલી સત્તા ફરીથી છીનવાઈ ના જાય તે માટે કોંગ્રેસ છાવણીમાં કોઈ ખાસ પ્રયત્ન જોવા મળી રહ્યા ન હોઈ. કોંગ્રેસ ની નિષ્ક્રિયતા પણ ઉડી ને આંખે વળગી રહી છે.જ્યારે આગામી પ્રમુખ માટે સામાન્ય ઉમેદવાર માટે આરક્ષિત છે. ત્યારે પાલિકા ના કુલ ૨૮ જેટલા સભ્યો માંથી તમામ લોકો પ્રમુખના દાવેદાર હોઈ આગામી પ્રમુખ કોણ બનશે એ અંગે ક્યાસ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે સૈનિક કોણ અને રાજા કોણ એ અંગે ની ચર્ચાએ નગર સહિત સમગ્ર પંથક ના રાજકીય વાતાવરણ માં ગરમાવો લાવી દીધો છે.કારણ કે હાલ ઝાલોદના તમામ ક્ષેત્રે ભાજપ સત્તા થી વિમુખ છે. તેથી ઝાલોદ પાલિકા પર ભગવો એ ભાજપ માટે ફરીથી ઉભુ થવાની એક તક છે. તો કોંગ્રેસ માટે પણ માંડ માંડ મળેલી સત્તાને ટકાવી રાખવી ખૂબ જ જરૂરી હોઈ, બંને પક્ષ ના રાજકીય આગેવાનો અને માંધાતાઓ પોત પોતાની સોગઠાં બાજીમાં લાગી ગયેલા છે. ત્યારે પાલિકા ની આ જંગ પંથક ની ઓટલા મિટિંગ થી લઇ ને રાજકીય બેઠકો માં પણ ચર્ચાને એરણે છે.હાલ ગયેલા તમામ સભ્યો કોના માટે ગયેલા છે અને કોણ સંપર્ક માં છે એ અંગે હાલ કળવું મુશ્કેલ છે.ત્યારે, ઉમેદવાર જ નહિ પણ સાથે સાથે નગરની સુખાકારી નું ભાવિ પણ આ વાત પર જ નિર્ભર કરતું હોઈ, પંથક ના હરકોઈ ની મીટ આ તરફ મંડાયેલી છે. તો ૨૮ સભ્યો માંથી કોની પાસે સંખ્યા વધારે રહેશે તે જોવાનું રહ્યું.

error: Content is protected !!