Wednesday, 11/12/2024
Dark Mode

દાહોદ માટે સારા સમાચાર:ઝાલોદના કોવિડ કેર કલેક્શન સેન્ટરમાં ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકાના કલેક્ટ કરેલા 433 સેમ્પલોમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રે રાહતનો દમ લીધો

દાહોદ માટે સારા સમાચાર:ઝાલોદના કોવિડ કેર કલેક્શન સેન્ટરમાં ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકાના કલેક્ટ કરેલા 433 સેમ્પલોમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રે રાહતનો દમ લીધો

  હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદ કલેક્શન સેન્ટર માં કુલ ૪૩૩ જેટલા સેમ્પલ લેવાયા,તારીખ ૬ થી ચાલુ થયેલા સેમ્પ્લિંગમાં એક પણ પોઝિટિવ કેસ ન આવતા પંથક માટે રાહતના સમચાર

ઝાલોદ તા.15

ઝાલોદના કોવિડ કેર કલેક્શન સેન્ટરમાં ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકાના કોરોનાના લક્ષણો ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવે છે.રોજિંદા સરેરાશ ૫૦ જેટલા સેમ્પલ અહીંયા એકઠા કરવામાં આવે છે. જો કે છેલ્લા ૧૦ દિવસથી ચાલતી આ પ્રકિયામાં હજી એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો ન હોઈ ત્રણેય તાલુકા માટે રાહતના સમાચાર છે.

જિલ્લામાં વધતા જતા કોરોના પોઝિટિવ કેસો ને પગલે જિલ્લા મથકે સેમ્પલ કલેક્શનની સંખ્યા વધારવામાં આવી હતી. જેને પગલે દાહોદ માં જ આખા જિલ્લાના સેમ્પલ એકઠા કરવા ખૂબ જ મુશ્કેલ બન્યું હતું.આરોગ્ય તંત્ર એ આ બાબતનો નિકાલ લાવવા અને જે તે તાલુકા મથકોને નજીક ના મોટા તાલુકા ખાતે સુવિધા મળી રહે તે હેતુ થી કોવિડ કેર સેન્ટર આગમચેતીના ભાગ રૂપે ખોલી દીધેલ હતું. જેમાં દાહોદ ઝાલોદ અને દે. બારીયા એમ ત્રણ મુખ્ય તાલુકા મથકો એ વિવિધ તાલુકા ના કોરોના ના લક્ષણો ધરાવતા લોકો ના સેમ્પલ એકઠા કરવામાં આવે છે.

ત્યારે ઝાલોદમાં પણ આવું એક કલેક્શન સેંટર તારીખ ૦૬ જુલાઈ ના રોજથી ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં સંજેલી, ફતેપુરા અને ઝાલોદ તાલુકાના વિવિધ સરકારી કે ખાનગી દવાખાનાઓમાં કોરોનાના લક્ષણો ધરાવતા વ્યક્તિઓના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં રોજના સરેરાશ ૫૦ જેટલા સેમ્પલ લેવામાં આવી રહ્યા છે.જેમાં તારીખ ૧૪ જુલાઈ સુધી સંજેલી તાલુકા ના ૯૦ ફતેપુરા તાલુકા ના ૧૫૪ તથા ઝાલોદ તાલુકા ના ૧૮૯ મળી કુલ ૪૩૩ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ લેવાયેલા ૪૩૩ જેટલા સેમ્પલ માંથી એક પણ કોરોના પોઝિટિવ કેસ સામે ન આવ્યો હોઈ ઝાલોદ, સંજેલી તથા ફતેપુરા તાલુકા સહિત સમગ્ર પંથક માટે આ ખરેખર રાહત ના સમાચાર છે.ત્યારે આ આંકડો સુન્ય પર જ રહે અને પંથક માં કોરોના ના નવા કેસ ના નોંધાય તે માટે આરોગ્ય તંત્ર એ પણ કમર કસી છે.

error: Content is protected !!