Thursday, 25/04/2024
Dark Mode

સુખસરમાં લાશ મૂકવા બાબત ની ઘટના: બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતા ફરિયાદ દાખલ ના કરાઈ

સુખસરમાં લાશ મૂકવા બાબત ની ઘટના: બન્ને પક્ષ વચ્ચે સમાધાન થતા ફરિયાદ દાખલ ના કરાઈ

હિતેશ કલાલ @સુખસર 

સુખસરમાં લાસ મૂકવા બાબત ની ઘટના: બે વચ્ચે સમાધાન થતા ફરિયાદ દાખલ ના કરાઈ ફરિયાદ બાબતે પોલીસ અને પરિવારજનો વચ્ચે હોબાળો થયો હતો.પરિવારજનો લાશનું પીએમ કર્યા વગર જ લઈને રવાના

સુખસર તા.20

 ફતેપુરા તાલુકાના સુખસરમાં મોટીરેલ ગામના યુવકના મોત બાબતે ફરિયાદ લેવાની વાત એ પોલીસ અને પરિવારજનો વચ્ચે હોબાળો થયો હતો જ્યારે મોડી સાંજે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં પરિવારજનો લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ લઇને રવાના થઇ ગયા હતા જ્યારે પોલીસ દ્વારા પણ કોઈ ફરિયાદ દાખલ કરાઇ ના હોવાનું પણ જાણવા મળ્યું હતું.

 ફતેપુરા તાલુકાના મોટીરેલ ગામના યુવકને નવરાત્રિના છેલ્લા દિવસે યુવકના મામા નો છોકરો નવરાત્રિ જોવા લઈ ગયો હતો જેમાં અકસ્માત થતા મોટેલ ગામનો યુવક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હતું જે બાબતે શનિવારના રોજ સુખસર પોલીસ મથકમાં ફરિયાદ તોડવા બાબતે પરિવારજનો અને જમાદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં હોબાળો થયો હતો પરિવારજનો દ્વારા લાશ પોલીસ મથક આગળ મુકી દેવાઇ હતી જે બાબતને લઈ ઝાલોદ સીપીઆઈ  જાદવ સહિતનો સ્ટાફ સુખસર આવી પહોંચ્યો હતો જ્યારે મોટીરેલ અને ભાટ મુવાડી ગામના બે પક્ષો વચ્ચે સમાધાન થતાં પરિવારજનો દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વગર જ લાશ લઇને રવાના થઇ ગયા હતા જ્યારે પોલીસ દ્વારા પણ આ બાબતે કોઈ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

(બોક્સ)

યુવકના મોત બાબતની ઘટનામાં પરિવારજનો દ્વારા પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો જ્યારે નાણાની લેવડ દેવડની વાત થતાં જ પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાવ્યા વગર અને લાશનું પોસ્ટમોર્ટમ કર્યા વગર લાશ લઇને રવાના થઇ ગયા હતા માત્ર નાણાં મળ્યા ન હોવાથી મૃતકના પરિવારજનો એ આ બાબતનો હોબાળો મચાવ્યો હોવાનું નાટક કર્યું હોવાનું લોકોમાં ચર્ચા એ સ્થાન લીધું હતું જેથી આ બાબતે આવા તત્વો સામે પોલીસ દ્વારા શિક્ષાત્મક કાર્યવાહી કરાઈ તે જરૂરી બન્યું છે. 

error: Content is protected !!