Friday, 22/11/2024
Dark Mode

કોરોના સામે જંગ….ઘરે રહો, સુરક્ષિત રહો સાથે ગરબાડામાં ઓનલાઈન શિક્ષણકાર્ય

કોરોના સામે જંગ….ઘરે રહો, સુરક્ષિત રહો સાથે ગરબાડામાં ઓનલાઈન શિક્ષણકાર્ય

વિપુલ જોષી @ ગરબાડા 

ઘરે રહો, સુરક્ષિત રહો સાથે ગરબાડામાં  ઓનલાઈન શિક્ષણકાર્ય

ગરબાડા તા.૧૯
કોવીડી-૧૯ની વૈશ્વિક મહામારીના કારણે ગુજરાત રાજ્યમાં ૧૬મી માર્ચથી શાળાઓ બંધ કરવામાં આવેલ છે ઘરે રહો સુરક્ષિત રહો તથા સામાજી ડીસ્ટીંગ જળવાઈ તે ખુબ જ જરૂરી છે. આવા સમયે બાળકોનુ શિક્ષણ છુટી ન જાય તે માટે ગુજરાત રાજ્યના સમગ્ર શિક્ષા અને જીસીઈઆરટીના સમગ્ર પ્રયાસથી બાળકોના ઓનલાઈન શિક્ષણ માટે પરિવારનો માળો હુફાળો તથા સાપ્તાહિક પ્રવૃત્તિનું આયોજન પીડીએફ ફાઈલ દ્વારા મોકલવામાં આવે છે. જેમાં ઈન્ડીકેટરર્સ મુજબ બાળવાર્તા, ગીત, રમત, સંદેશ, વિવિધ પ્રવૃત્તિઓ તથા જંતરમંતર જેવી પ્રવૃત્તિઓ આપવામાં આવેલ હોય છે. જે તે પ્રવૃત્તિઓ પર બાળકો ટચ કરે એટલે આ પ્રવૃત્તિઓ વિડીયો સ્વરૂપે રજુ થાય છે અને સુચના મુજબ આ પ્રવૃત્તિઓ બાળકો હોશે હોશે કરે છે તથા દરેક અઠવાડીયાના આગળના દિવસે જ સાપ્તાહિક પ્રવૃત્તિઓની પીડીએફ મળી જાય છે.
આ ઓનલાઈન શિક્ષણ વધુમાં વધુ બાળકોને મળે તે માટે ગરબાડા તાલુકાના બીઆરસી ડેનિશકુમાર હિરપરા દ્વારા કલસ્ટર કક્ષાએ તથા શાળાના આચાર્ય સુધી પહોંચતુ કરવામાં આવે છે. ગરબાડા તાલુકો પછાત હોય દરેક બાળકોના વાલીઓ જાડે મોબાઈલ ઉપલબ્ધ ન હોય તેવા કિસ્સાઓમાં જે તે વર્ગ શિક્ષકો દ્વારા એસએમસી સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ભુતપુર્વ વિદ્યાર્થીઓ, આશાવર્કર બહેનો તથા સરપંચના સંપર્કમાં રહીને વધુમાં વધુ બાળકોને ઓનલાઈન શિક્ષણ આપવામાં સફળતા મળતી જાવા મળે છે. જેમના વિડીયો, વર્ક કરતા ફોટા પણ બીઆરસી તથા તા.પ્રા.શિ.સુધી પહોંચાડવામાં આવે છે.

error: Content is protected !!