Wednesday, 04/12/2024
Dark Mode

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવનો ત્રીજો કેસ નોંધાતા ખળભળાટ

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવનો ત્રીજો કેસ નોંધાતા ખળભળાટ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.19

કોરોના મહામારીની વચ્ચે મહિસાગર જિલ્લામાંથી ચોંકાવનારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.મહીસાગર જિલ્લાના વીરપુરની ગોકુલનાથ સોસાયટીની 72 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ હોવાની વાત સપાટી પર આવી છે.
ત્રણ દિવસ પહેલા પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારે આજે તેની માતાનો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ આવતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે હાલ મહિલાને બાલાસિનોર હોસ્પિટલમાં માં ખસેડાઇ છે.તેમજ આરોગ્ય વિભાગ દ્વારા મહિલાના સંપર્કમાં આવેલા અન્ય લોકોની તપાસ આદરી તેઓને કોરોનટાઇન કરવામાં જોતરાઈ છે.જયારે મહિસાગર જિલ્લામાં કોરોના ના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો છે.

error: Content is protected !!