Friday, 29/03/2024
Dark Mode

કોરોનાની મહામારીમાં અમદાવાદ કોરોના વિભાગમાં ફરજ બજાવતી દાહોદની વીરાંગના

કોરોનાની મહામારીમાં અમદાવાદ કોરોના વિભાગમાં  ફરજ બજાવતી દાહોદની વીરાંગના

હિતેશ કલાલ @ દાહોદ 

કોરોના ની મહામારીમાં અમદાવાદ કોરોના વિભાગમા ફરજ બજાવતી દાહોદની વીરાંગના.Covid-19  લેબોટરી વિભાગમાં 24×7 ફરજ બજાવી રહી છે સુખસર નજીક આવેલા આફવા ગામમાં ગરીબ પરિવારની દીકરી.

સુખસર.તા.19

 કોરોના મહામારી ના હાલના આ સંજોગોમાં જ્યારે લોકો કોરોના કહેરથી બચવા માટે ઘરની બહાર જતાં પણ ડરે છે. ત્યારે સમાજના ખરા ભગવાન એવા હોસ્પિટલના કર્મચારીઓ પોતાનું ઘર છોડી રોજ એવી જગ્યાએ ફરજ બજાવવા જાય છે.જ્યાં હોસ્પિટલમાં કોરોનાવાયરસનો ખૂબ જ ખતરો રહેતો હોય છે. દાહોદના આફવા ગામની એક યુવતી 24×7 Covid -19 લેબોટરી વિભાગમાં ફરજ બજાવી રહી છે.

 પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર  નજીક આવેલા નાનકડા આફવા ગામના રહેવાસી  લક્ષ્મણભાઈ લબાનાની પુત્રી મીનાક્ષી ઉ- ૨૪, હાલ અમદાવાદની એસવીપી હોસ્પીટલમાં કોરોના વિભાગમાં લેબોરેટરી ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે.પોતાનું ઘર પરિવાર છોડી એક પણ રજા લીધા વગર લેબોરેટરી ટેકનિશિયન તરીકેની ફરજ બજાવી દેશમાં આવી પડેલ અચાનક સંકટ મહામારીનો ભોગ બનનારની કાળજી રાખવા કટિબદ્ધ બની છે.લોક ડાઉનના સમયમાં દેશના તમામ નાગરિકો ઘરમાં બંધ હોય હોસ્પિટલમાં ફરજ બજાવતા મેડિકલ પેરામેડિકલ સ્ટાફનો આભાર માનીએ તેટલો ઓછો છે.

ફરજ દરમિયાન આગવી સૂઝ અને મહેનતના ધ્યાને લઈ વહીવટી તંત્ર દ્વારા મીનાક્ષી બેનને Covid-19  કોરોના વિભાગમાં ફરજ સોંપી હતી લેબોટરી વિભાગમાં ૧૨ જેટલા સભ્યોની ટીમ દ્વારા બે હજારથી વધુ કોરોનાના  ટેસ્ટ  કરવામાં આવ્યા છે.અને તે પોતાની અને દેશની જવાબદારી સમજી  ફરજ બજાવી રહી છે  તેવું મીનાક્ષીબેન લબાના એ સંદેશ પ્રતિનિધિ સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

error: Content is protected !!