Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા એક મહિલા સહિત આઠ લોકો ઝડપાયા

સંતરામપુરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા એક મહિલા સહિત આઠ લોકો ઝડપાયા

ઇલ્યાસ શેખ @ સંતરામપુર સંતરામપુરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા એક મહિલા સહિત આઠ લોકો ઝડપાયા

સંતરામપુરમાં અસામાજિક પ્રવૃત્તિ કરતા મહિલા સહિત આઠ ઝડપાયા, સોસાયટી વિસ્તારના લોકો અસામાજિક પ્રવૃત્તિથી કંટાળી ગયા હતા

સંતરામપુર તા.18

સંતરામપુરની એલઆઇસી ઓફિસની સામે સોસાયટી વિસ્તારના પાછળના ભાગમાં આવેલા એક મકાનમાં અસામાજીક પ્રવૃતિ ચાલતી હોવાની માહિતી સંતરામપુર પોલીસને મળતા સંતરામપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી રેડ કરતા ૬ થી ૭ વ્યક્તિઓ અને એક મહિલા ઝડપ્યા હતા.જ્યારે અન્ય એક મહિલા અને અન્ય કેટલા વ્યક્તિઓ ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મકાન માલિક સહિત છ થી સાત વ્યક્તિઓ અને એક મહિલાને સંતરામપુર પોલીસ સ્ટેશન ખાતે લાવે તેઓની પૂછપરછ કરીઆગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સંતરામપુર એલઆઇસીની સામે આવેલ સોસાયટીના પાછલા ભાગના પપ્પુ ભાઈ સોનીના મકાન ભાડે રાખી કેટલાક સમયથી લોકોને ભેગા કરી જુગાર જેવી અસામાજીક પ્રવૃતિ કરતા હોવાની માહિતી આજે પોલીસને સંતરામ પોલીસે આજે સાંજે રેડ કરતા છ થી સાત જેટલા વ્યક્તિઓને અસામાજિક પ્રવૃત્તિ કરતાં ઝડપાઈ ગયા હતા. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. અન્ય કેટલાક વ્યક્તિઓ તેમજ એક મહિલા બનાવવામાં સફળ થઈ હતી તેમ જાણવા મળ્યું છે. સોસાયટી વિસ્તારના લોકો આ અસામાજિક પ્રવૃત્તિ કંટાળી ગયા હતા.વારંવાર કહેવા છતાં સામાજિક પ્રવૃત્તિ નિત્યક્રમ બની ગયો હતો.એ બાબતની જાણ અગ્રણીએ પોલીસને કરતા પોલીસે અસામાજીક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓનો ઝડપી પાડ્યા હતા પોલીસને માહિતી મળતા તમામને રેડ કરી ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!