
મઝહર અલી મકરાણી @ દે.બારીઆ
દેવગઢબારિયા નગરમાં લીમડાના (ઝાડ)વૃક્ષ ઉપર સમડી ફસાતા રેસક્યુ હાથ ધરીને બચાવી લેવાઈ,લીમડાના વૃક્ષ ઉપર ફસાયેલી સમડીને ત્રણ કલાકની જહેમત એ બચાવાઈ, પાલિકા તંત્રને એસોન ગ્રુપ દ્વારા રેસ્કયુ હાથ ધરાયું,આશરે 90 ફૂટની ઊંચાઈએથી સમડીને બચાવી લેવાઈ.
દે.બારીઆ તા.17
દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગરમાં આ વર્ષે ઉત્તરાયણ પર્વમાં પતંગ રસિયાઓએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા અનેક પક્ષીઓ ચાઇનીઝ દોરીના શિકાર બન્યા છે. ત્યારે નગરમાં આવેલ કૃષિ છાત્રાલયમાં એક લીમડાના વૃક્ષ ઉપર સમડી ચાઈનીઝ દોરામા ફસાતા તે ફફડાટ કરતા કૃષિ છાત્રાલયના શિક્ષકા દ્વારા નગરના જીવ દયા પ્રેમીઓ એવા એસોન (સંસ્થા) ગ્રુપને જાણ કરતા એસોન ગ્રુપના(સંસ્થા) વિવેકભાઇ અને હુસેનભાઇ તાત્કાલિક દોડી આવ્યા હતા. જ્યાં લીમડાનો ઘટાદાર ઝાડ (વૃક્ષ) હોઈ અને જમીનથી 90 ફૂટની ઊંચાઈએ સમડી ફસાયેલી જોતા તેઓ પણ એક સમયે મૂંઝવણમાં મુકાયા હતા. જેથી પાલિકા તંત્રને આ બાબતે જાણ કરતા ફાયર ફાયટર મયુર ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા. એસોન ગ્રુપ તેમજ પાલિકા તંત્રના સ્ટાફ દ્વારા રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. અને ૩ કલાકની મહા જેહમતે સમડીને ચાઇનીઝ દોરી કાપી નીચે ઉતારવામાં આવી હતી. તેની પાંખોમાં ઈજાઓ થતા તાત્કાલિક સારવાર હેઠળ અર્થે લઇ જવાઇ હતી. જ્યાં પશુ ચિકિત્સક એ સમડીને સારવાર હેઠળ રાખી તેને બચાવી લેવાઈ હતી. હજી પણ ઉતરાણ પછી ઝાડ પર, વીજ વાયરો પર પતંગો અને દોરાઓ ફસાયેલા છે જે પક્ષીઓને નુકશાન પહોંચાડી શકે છે. નગરપાલિકા દ્વારા આ પતંગ દોરાની જાળ દૂર કરાવે તેવી પણ માંગ ઉઠી છે.