Saturday, 01/10/2022
Dark Mode

દાહોદમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા 7816 ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં સીલ:જિલ્લામાં બમ્પર.80.25. ટકા મતદાન નોંધાયું

December 19, 2021
        973
દાહોદમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થતા 7816 ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં સીલ:જિલ્લામાં બમ્પર.80.25. ટકા મતદાન નોંધાયું

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન:દાહોદ જિલ્લામાં બમ્પર.80.25. ટકા મતદાન નોંધાયું

દાહોદ જિલ્લામાં 80.25 ટકા નો બમ્પર મતદાન નોંધાયો: સંજેલીમાં વહીલચેર ની વ્યવસ્થા ન હોવાથી દિવ્યાંગ મતદારો અટવાયા..

સીંગવડના ડુંગરપુરમાં સાંજે 06 વાગ્યા સુધી 98 મતદાર બાકી રહેતા તમામ ને ચીઠ્ઠી અપાઈ:

તમામ મતદાર ને મતદાન મથક ની અંદર લઈ ચીઠ્ઠી આપી મતદાન કરાવાઈ રહ્યુ 

ગ્રામજન અને વહીવટીતંત્ર ના સહયોગ થી લાઈટ ની વ્યવસ્થા કરી મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ

દાહોદ તા.૧૯

 

 

દાહોદ જિલ્લામાં કુલ ૩૫૧ પૈકી ૨૪ જેટલી ગ્રામ પંચાયતો સમરસ થતાં હાલ ૩૨૭ ગ્રામ પંચાયતોની ચુંટણીનું આજે મતદારોના ભારે ઘસારા સાથે મતદાન યોજાયું હતું. વહેલી સવારથીજ મતદારોનો મતદાન મથકે ભારે ઘસારો જાેવા મળ્યો હતો. યુવા વર્ગથી લઈ વયોવૃધ્ધ લોકોએ મતદાન કર્યું હતું. કડકડતી ઠંડીમાં પણ લોકો મતદાન કરવાનું ચુક્યાં નથી. ગ્રામ પંચાયતોની ચુંટણીમાં સરપંચ અને સભ્યો મળી કુલ ૭૮૧૬

ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. આજે તેમનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. દાહોદ જિલ્લામાં હાલ તો શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન યોજાઈ હતું. બપોરના ૩ વાગ્યા સુધી દાહોદ જિલ્લામાં કુલ ૬૨.૩૩ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે સાંજના પાંચ વાગ્યા સુધી ૭૫.૫૭ ટકા મતદાન નોંધાયું હતું જોકે મતદાન પૂર્ણ થયા બાદ દાહોદ જિલ્લામાં ગ્રામ

પંચાયતોની ચૂંટણીઓમાં બમ્પર વોટીંગ થતાં 80. ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લામાં ચુંટણી ટાણે કોઈ અનીચ્છીનીય બનાવ ન બને તે માટે જિલ્લાના તમામ બુથ મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં કુલ પેટા ચુંટણી છે

દાહોદ જિલ્લામાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 80.25 ટકાનું બમ્પર વોટીંગ થતાં મતદારોનું ભાવિ મતપેટીઓમાં સીલ થઈ ગયું છે. તારીખ ૨૧મી ડિસેમ્બરના રોજ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે ત્યારે આજે મતદાનના દિવસે વહેલી સવારથી જ મતદારોનો બુથ મથકોએ ભારે ઘસારો જાેવા મળ્યો હતો. તમામ બુથ મથકોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. વહેલી સવારના ૦૭ વાગ્યાથી શરૂં થયેલ મતદાનમાં કડકતી ઠંડીમાં પણ મતદારો મતદાન મથકે પોતાનું અમુલ્ય મત આપવા પહોંચ્યાં હતાં. સવારના ૦૭ થી સવારના ૦૯ વાગ્યા સુધી જિલ્લામાં કુલ ૯.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. ૧૧ વાગ્યા સુધી ૨૪.૬૧, બપોરના ૦૧ વાગ્યા સુધી ૪૨.૦૮ ટકા મતદાન નોંધાયું હતું અને બપોરના ૦૩ વાગ્યા સુધી ૬૨.૩૩ ટકા મતદાન નોંધાયું

હતું. આમ હાલ ૦૩ વાગ્યા સુધી મતદાન શાંતિપુર્ણ માહિલોમાં યોજાયું હતું.જોકે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાહોદ જિલ્લાની કુલ 327 ગ્રામ પંચાયતની બેઠકો પર 

  દાહોદમાં 81.06 ગરબાડામાં 76.80 ઝાલોદમાં 81.39 ફતેપુરામાં 81.53 સંજેલીમાં 79.84 લીમખેડામાં 73.38 ધાનપુરમાં 80.32 સીંગવડમાં 75.28 તેમજ દે.બારીયા- 87.79 મતદાન નોંધાયું હતું . 

————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!