Saturday, 01/10/2022
Dark Mode

લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઇવે પર ફોરવીલ ગાડીની અડફેટે બાઈક ચાલકનું મોત, ચાલક ફરાર

December 20, 2021
        720
લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઇવે પર ફોરવીલ ગાડીની અડફેટે બાઈક ચાલકનું મોત, ચાલક ફરાર

લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઇવે પર ફોરવીલ ગાડીની અડફેટે બાઈક ચાલકનું મોત, ચાલક ફરાર

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વટેડા ગામે હાઈવે રોડ પર એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ત્યાંથી પસાર થઈ રહેલ એક ૫૩ વર્ષીય મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં મોટરસાઈકલના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યાનું જાણવા મળે છે.

ગત તા. ૧૯મી ડિસેમ્બરના રોજ મધ્યપ્રદેશ પાસીંગની એક ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી લઈ વટેડા ગામેથી હાઈળે રોડ પરથી પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે વહેલી સવારના આઠેક વાગ્યા હંકારી પસાર થઈ રહ્યો હતો. આ દરમ્યાન ત્યાંથી ૫૩ વર્ષીય કુત્બુદ્દીન સજજાદભાઈ દુધિયાવાલા (રહે.દાહોદ, દુધિયાવાલાની શેરી, તા.જિ.દાહોદ) નાની મોટરસાઈકલને ફોર વ્હીલર ગાડીના ચાલકે અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં કુત્બુદ્દીનભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયા હતાં જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતક કુત્બુદ્દીભાઈના ભાઈ કાઈદભાઈ સજજાદભાઈ દુધિયાવાલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

———————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!