Monday, 09/09/2024
Dark Mode

કડાણા દાહોદ પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ:દૈનિક લાખો લીટર પાણીનો વેડફાટ

કડાણા દાહોદ પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ:દૈનિક લાખો લીટર પાણીનો વેડફાટ

હિતેશ કલાલ @ સુખસર 

કડાણા દાહોદ પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ થી દૈનિક લાખો લીટર વેડફાતું પાણી, ઉનાળાની શરૂઆતથી જ પ્રજાને પીવાના પાણી માટે ફાફા, પ્રજાજનો દ્વારા અનેકવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય

સુખસર તા.16

કડાણા ડેમ પરથી પાઇપલાઇન મારફતે દાહોદ જિલ્લાના ગામોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે અર્થે યોજના કાર્યરત છે પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે ઠેરઠેર થયેલા પાઇપલાઇનમાં લીકેજ ના કારણે દૈનિક હજારો લીટર પાણી અમસ્તું વેડફાઈ જાય છે જેથી પ્રજાને ઉનાળાની શરૂઆતથી જ પાણી માટે ફાફા મારવા નો વારો આવ્યો છે.

દાહોદ જિલ્લાના ગામડામાં રહેતી પ્રજાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી કડાણા ડેમ પરથી પાઇપલાઇન કરીને ગામે ગામ પાણી આપવાની યોજના કાર્યરત કરાઈ હતી પરંતુ વહીવટી તંત્રની બેદરકારીના કારણે મોટાભાગના ગામડાઓમાં પ્રજાને પાણી મળતું જ નથી મોટાભાગના ગામોમાં ટાંકીઓ બનાવવામાં આવેલ છે જેની પાઇપલાઇનમાં લીકેજ ના કારણે દૈનિક લાખો લિટર પાણી અમસ્તુ જ વેડફાઈ જાય છે. છેલ્લા ઘણા સમયથી પ્રજાને પીવાના પાણી માટે આપવા મારવા પડે છે જ્યારે ઉનાળાની શરૂઆતમાં જ પ્રજાને પાણી માટે વલખા મારવા નો વારો આવ્યો છે સરકારની કરોડો રૂપિયાની યોજના ની ફાળવણી થઇ હોવા છતાં પ્રજાને પીવાનું પાણી મળી રહેતું નથી સ્થાનિક પ્રજાજનો દ્વારા પાણી પુરવઠા વિભાગને અનેકવાર રજૂઆતો કરવા છતાં પાઇપલાઇન લીકેજ રીપેરીંગ કરવાની કોઈ જ કામગીરી હાથ ધરવામાં આવતી ન હોવાનું ગ્રામજનો જણાવ્યું હતું.ત્યારે આ મામલે અમારા પ્રતિનિધિ સાથેની વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં પાણીનો મોટો ટાંકો બનાવેલો છે પરંતુ નીચે લાઈનમાં જ લીકેજ હોવાથી પાણી આમ જ વેરીફાઇ જાય છે પાંચ વરસથી ટાંકી બનાવી છે પરંતુ લાઇનમાં લીકેજ હોવાથી ટાંકીમાં પાણી રહેતું નથી અમોએ પચાસ વખત રજૂઆત કરી પરંતુ અમારી રજૂઆત કોઈ સાંભળતું નથી.

error: Content is protected !!