Wednesday, 11/12/2024
Dark Mode

૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: ગર્ભવતી મહિલાને બસમાં જ સફળ પ્રસુતિ કરાવી

૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી: ગર્ભવતી મહિલાને બસમાં જ સફળ પ્રસુતિ કરાવી

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.16

લુણાવાડા તાલુકાના હાડોડ પાસે 108 એમ્બુલન્સ સેવા દ્વારા બસમાં સફળ પ્રસૂતિ કરાવી માતા બાળકનો જીવ બચાવ્યો સફળ ડીલીવરી કરાવતા બસના પેસેન્જરો સહિત તમામે 108ની સરાહનીય કાર્યની પ્રસંશા કરી લુણાવાડા , માનવજાત માટે વરદાન રૂપ સાબિત થયેલ અને મેડીકલ ઇમરજન્મસીમાં મુકાયેલા દર્દીઓ માટે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ આજે જીવનદાયીની સાબિત થઇ છે ત્યારે ૧૦૮ ની સેવાઓ આજે નવો માઇલસ્ટોન પ્રસ્થાપિત કરી રહી છે . રાજયના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર ગુજરાતની સંવેદનશીલ રાજય સરકારે ૧૦૮ ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવવા માટે સરકાર દ્વારા અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરી સેવાઓ પુરી પાડવામાં આવે છે , તેથી જ ગુજરાતની લાડકી સેવા ૧૦૮ એમ્બુલન્સ સેવાઓ લાખોની સંખ્યામાં લોકોની મદદ કરી અને જરૂરીયાત મંદ લોકોને તાત્કાલીક મેડિકલ પોલીસ અને ફાયર સેવાઓ આપીને લાખ લોકોના જીવ બચાવ્યા છે . તેવું જ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનું ઉત્તમ ઉદાહરણ મહીસાગર જિલ્લામાં જોવા મળ્યું છે.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હાંડોડ પાસે અમદાવાદ થી દાહોદ જતી બસમાં વિજયભાઈ ભૂરીયા અને તેમના પત્ની મમતાબેન દાહોદ તરફ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે અચાનક રસ્તામાં મમતાબેનને પ્રસવની  પીડા ઉપડતા તેમના પતિએ કંડકટરને જણાવતાં બસ કંડકટર દ્વારા ૧૦૮ નંબર પર ફોન કરીને ૧૦૮ એબ્યુલન્સ સેવાને બોલાવી હતી . લુણાવાડા ૧૦૮ એમ્બુલન્સને કોલ મળતા તરત જ પાયલોટ સૂર્યસિંહ અને EMT મહેન્દ્રસિંહ એબ્યુલન્સ લઈને નિકળી ગયા હતા .હાંડોડ પાસે બસ ક્રોસ થઈ ત્યાં પહોંચતા  જ EMTએ તપાસ કરતા જણાયું કે પ્રસુતિ તાત્કાલિક બસમાં જ કરાવવી પડે તેમ છે તેથી મહેન્દ્રસિંહએ તરત જ કોલ સેન્ટર પર બેઠેલા ફિઝિશ્યન ડૉ.મેહુલ સાથે વાત કરી તેમની સલાહ સુચન મુજબ પ્રસુતી કરાવી હતી . બસમાં સફળ ડીલીવરી કરાવતા બસના પેસેન્જરો સહિત તમામે 108ની સરાહનીય કાર્યની પ્રસંશા કરી હતી . બસમાં ખુશીનો માહોલ છવાઈ ગર્યો હતો . પ્રસુતિ બાદ 108 કર્મીઓએ બાળક અને માતાને હેમખેમ જનરલ હોસ્પિટલ લુણાવાડા ખાતે દાખલ કરાવ્યા હતા . ઇમરજન્સી ટાણે તાત્કાલિક સેવા પૂરી પાડીને એક સાથે બે નો જીવ બચાવી 108 જીવનરક્ષક પુરવાર થઈ છે.

error: Content is protected !!