Friday, 11/10/2024
Dark Mode

ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે શરદપૂર્ણિમાના રોજ યોજાયેલ ગરબાની ધુન પર યુવાધન હિલોળે ચઢ્યું હતું

ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે શરદપૂર્ણિમાના રોજ યોજાયેલ ગરબાની ધુન પર યુવાધન હિલોળે ચઢ્યું હતું

દાહોદ ડેસ્ક  તા.14

દાહોદના નીમનળિયાં સ્થિત ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે શરદપૂર્ણિમાના દિવસે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના પ્રાધ્યાપક પરિવાર તેમજ વિધાર્થીપરિવાર દ્વારા આયોજિત ગરબાના કાર્યક્રમમાં મુખ્યમહેમાન તરીકે કલેક્ટરશ્રી વિજય ખરાડી અતિથિવિશેષ તરીકે જિલ્લા પોલીસવડા હિતેશ જોયસર ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ કેમ્પસમાં આયોજિત આ ગરબા કાર્યક્રમમાં કોલેજના ડીન, ડૉ જેરામ પરમાર, એડીશનલ ડીન ધીરજ ત્રિવેદી, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ મહેન્દ્ર ડામોર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી આર.આર.પરમાર, આઇએએમ ના પ્રમુખ કેતનપટેલ, ઝાયડસ હોસ્પિટલના જનરલ મેનેજરપ્રકાશ પટેલ તેમજ સિનિયર મેનેજર હેતલરાવ સહિતના મહાનુભાવો રાસ ગરબાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતાજીની શ્રદ્ધાભેર આરતી ઉતારી હતી ત્યારબાદ જામેલા રાસગરબાની સૂરીલી ધૂન પર કોલેજના વિધાર્થીઓ તેમજ ઉપસ્થિત મહેમાનોએ પણ શરદપૂર્ણિમા ના રોજ આયોજિત રાસગરબામાં મન મૂકીને ગરબા રમ્યા હતા.

error: Content is protected !!