Monday, 10/02/2025
Dark Mode

દિવાળી ટાણે સંજેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ

દિવાળી ટાણે સંજેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતા ભેળસેળીયા તત્વોમાં ફફડાટ

કપિલ સાધુ @ સંજેલી 

સંજેલી તાલુકામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, કેટલીક દુકાનોમાં નમૂના લેવાયા 

પ્રતિનિધિ સંજેલી તા. 15

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકા મથકે જિલ્લામાંથી આવેલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી જી.સી.તડવી  અને તેમની ટીમ દ્વારા દિવાળીના તહેવારોને  લઈને  ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સંજેલીમાં આવેલ ખાણી પીણી ની ચીજ વસ્તુઓ  નો ધંધો કરનાર  દુકાનો પર  તપાસ કરવાની શરુ કરવામા આવી  હતી .જેમા તપાસ મા ઠંડા પીણાની દુકાનદારોને ત્યાં એક્સપાયરી ડેટવાળી બોટલો તેમજ અન્ય કોઇ વસતુઓ છે કે નહિ તે તપાસ કરવામા આવી હતી .તેમજ તપાસ કરતા કોઇ શંકાસ્પદ કોઈ વસ્તુ જણાયેલ તેનો ત્યાંને ત્યાં ખાલી કરાઇ અને નાશ કરવામાં આવ્યો હતો. તેમજ હોટલોને પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું .હોટલોમાં નાસ્તાની વસ્તુઓ તેમજ તેલના નમૂનાઓના પણ લઇ તપાસ માટે મોકલી આપ્યા હતા .તેમજ અન્ય કરિયાણાની દુકાનો ને પણ તપાસ કરવામાં આવી હતી. અને દુકાનદારો પાસેથી લાયસન્સ પણ ચેક કરવામાં આવ્યા હતા .તેમજ દુકાનદારોને લોકોના આરોગ્યલક્ષી બાબતોને ધ્યાનમા રાખી ખાણીપીણીની વસ્તુઓનું વેચાણ કરવામાં ધ્યાન રાખવું સારુ આપવુ , ખરાબ કે તારીખ વીતી ગયેલી કોઇ પણ  વસ્તુઓનું વેચાણ ન કરવું તે બાબત નુ ખાસ દયાન  રાખવા માટેની સૂચના અપી હતી .અને જો કોઇ દુકાનદાર લાપરવાહી કરતા જણાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની તાકીદ  કરવામાં આવી હતી .

error: Content is protected !!