Tuesday, 19/03/2024
Dark Mode

ઉંડાર અને કોટંબી  ગ્રામપંચાયતમાં સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું

ઉંડાર અને કોટંબી  ગ્રામપંચાયતમાં  સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું

નરવતસિંહ પટેલીયા @ ધાનપુર 

ઉંડાર અને કોટંબી  ગ્રામપંચાયત મા સરપંચ પદ પેટા ચૂંટણીનું મતદાન યોજાયું હતું વાંસીયા ડુંગરીમાં એક જ ફોર્મ રજૂ થતા બિન હરીફ પહેલાથી જ સરપંચ વિજેતા બની ગયા હતાજયારે ઉડાર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 2,069 માંથી 1405 મત પડતા 69 .91 ટકા મતદાન નોંધાયું હતું જ્યારે કોટંબી ગ્રામ પંચાયતમાં ૧૧૯૧ મત માંથી 876 પડતા 73. ૫૫ ટકા મતદાન થવા પામ્યું

ધાનપુર તા.14
ધાનપુર તાલુકામાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતો વાસિયા ડુંગરી ઉંડાર અને કૌટંબીનું સરપંચ પદ ની પેટાચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને જમા આજરોજ ૧૩મી તારીખના રોજ મતદાન સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં વાસા ડુંગળીમાં એક જ ફોર્મ રજૂ થતા બિન હરીફ પહેલાથી જ સરપંચ વિજેતા બની ગયા હતા જ્યારે કોટંબી અને ઉમરગામમાં આજરોજ મતદાન યોજાયું હતું જેમાં શરૂઆતના બંને ગ્રામ પંચાયતોમાં બે કલાકમાં મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી ત્યારે ધાનપુર તાલુકાના ઉડાર ગ્રામ પંચાયતમાં સરપંચ માટે 2,069 માંથી 1405 મત પડ્યા હતા એટલે કે 69 .૯૧ ટકા મતદાન સાંજ સુધી થવા પામ્યું હતું જ્યારે કોટંબી ગ્રામ પંચાયતમાં ૧૧૯૧ મત માંથી 876 પડતા 73. ૫૫ ટકા મતદાન થવા પામ્યું હતું. જ્યારે બંને ગામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થવા પામ્યું હતું તેમજ વિશેષ પોલીસ દળ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હોવાથી જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સતત નિગરાની કરવામાં આવી હતી. અને સાંજ સુધીમાં બંને ગ્રામ પંચાયતો માંથી કોઇપણ ગામ પંચાયતમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થવા પામ્યું હતું.
ઉપરોક્ત તસવીર ઉડાર ગ્રામ પંચાયત મા સવાર માં મતદારો ની કતાર જોવા મળી હતી.

error: Content is protected !!