Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે સૌચલાયની યોજના ફારસરૂપ સાબિત થઈ

સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે-ઘરે સૌચલાયની યોજના ફારસરૂપ સાબિત થઈ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.07

સંતરામપુર તાલુકાના ભમરી કુંડા ગામ શૌચાલય નો ઉપયોગ લાકડા ભરવાનો કરવામાં આવે છે અને અત્યારે પણ ગામના લોકો સોચ કરવા ખુલ્લા ડુંગર અને જંગલ વિસ્તારમાં ઉપયોગ કરી રહ્યા છે.વડાપ્રધાન દ્વારા શૌચાલય મુક્ત અને સ્વચ્છ રાખવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.સંતરામપુર તાલુકા પંચાયતમાં અને ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા સૌચાલય સરકારના ચોપડે મોટો આંકડો બતાવે છે પણ એક પણ સોચાલય હજુ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત કરવામાં નથી આવ્યો છે દરેક જગ્યાએ સૌચાલય ની વાતો કરવામાં આવે છે પણ આજ સુધી કાર્યરત કરવામાં આવી નથી માત્ર તેનું કેબિન અને હલકી કક્ષાનો દરવાજો બેસાડીને માત્ર સરકારની યોજના કાગળ ઉપર બતાવેલી છે સંતરામપુર તાલુકાના કેટલીક જગ્યાએ સૌચાલય બનાવવામાં પણ નથી આવ્યો અને ગ્રામ્ય વિસ્તારમાં  સૌચાલયની  અધુરી કામગીરીને કારણે આજ દિન સુધી તેનો ઉપયોગ કરવામાં આવેલો જ નહીં સૌથી વધારે શૌચાલયની કામગીરી માં ગેરરીતિઓ બહાર આવેલી છે સરપંચ તલાટી અને સરકારી તંત્રની સોચાલય બાબતમાં બેદરકારી જોવાઈ રહી છે ખરેખર આ બાબત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તે જનહિતમાં છે.

error: Content is protected !!