Friday, 11/07/2025
Dark Mode

દાહોદમાં કુરેશી પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ :દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 11 કેસ:3ડિસ્ચાર્જ:કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ

દાહોદમાં કુરેશી પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ :દાહોદમાં કોરોના પોઝીટીવના કુલ 11 કેસ:3ડિસ્ચાર્જ:કુલ 8 દર્દીઓ સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.04

દાહોદમાં નિમચથી દાહોદ આવેલા કુરેશી પરિવારના 5 સભ્યો કોરોના પોઝીટીવ આવતા શહેર સહીત જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. આજરોજ એક સાથે 5 કેસ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે દાહોદમાં કુલ કોરોના પોઝીટીવના કુલ 11 કેસો નોંધાવવા પામ્યા છે. જે પૈકી 3 લોકો કોરોના મુક્ત થતાં ઘરે મોકલવામાં આવ્યા છે. ત્યારે હાલ કોરોના પોઝીટીવના 8 લોકો કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.જે પૈકી એકલા કુરેશી પરિવારના 7 લોકો કોરોના પોઝીટીવ થવા પામ્યા છે. ત્યારે આજથી ધંધા રોજગારમાં આંશિક છૂટછાટોની વચ્ચે એકસાથે 5 કોરોના પોઝીટીવના કેસો આવતા લોકોની ચિંતા વધારી દીધી છે.

બે દિવસ અગાઉ દાહોદ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના નીમચ ગામેથી લગ્ન પ્રસંગમાં ગયેલા દાહોદ શહેરના જુના વણકરવાસ કસ્બા વિસ્તારમાં રહેતા સરફરાજ કુરેશી તેમજ તેના પરિવાર ના સદસ્યો ૨૦મી માર્ચના રોજ મધ્યપ્રદેશના નિમચ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. કોરોનાવાયરસ ની મહામારી વચ્ચે સરકાર દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરી દેતા આ પરિવાર નીમચ ખાતે જ રોકાઈ ગયું હતું. ગત તારીખ ૨૯મી એપ્રિલના રોજ આ પરિવાર નીમચથી બસમાં સવાર થઈ જ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે આવી પહોંચ્યા હતા આ બાદ તેઓ યેનકેન પ્રકારે દાહોદમાં પ્રવેશ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રને થતા તાબડતોડ આ પરિવારની શોધ સાથે મુલાકાતે પહોંચ્યા હતા. ઉપરોક્ત સમગ્ર હકીકત સામે આવ્યા બાદ દાહોદ આરોગ્યતંત્ર દ્વારા સરફરાજ કુરેશી તેના પરિવારજનોને કોરેનટાઈનમાં મુકી દેવામાં આવ્યા હતા. અને તમામ ના રિપોર્ટો તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. પ્રથમ સરફરાજ કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તે બાદ તેના નાના ભાઈ વસીમ કુરેશીનો પણ આ બાદ આજરોજ આજ પરિવારના પાંચ સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સત્તાવાર ખબર સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.સાથે જ આરોગ્ય તંત્રમાં દોડધામના દ્રશ્યો સાથે સેનેટાઈઝની દાહોદ શહેરમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. હવે દાહોદમાં કોરોના પોઝીટીવનો  આંકડો 11 રહેવા પામ્યો છે.જે પૈકી ૩ સાજા થઈ તેઓને પોતાના ઘરે જવાના પણ કરવામાં આવ્યા છે. આમ હવે 8 એક્ટિવ કેસમાં રહેવા પામ્યા છે.

કુરેશી પરિવારના કોરોના પોઝીટીવ આવેલા વ્યક્તિઓના નામ

1. રેશ્મા કુરેશી ઉ.વર્ષ 37
2. અક્ષા કુરેશી ઉ.વર્ષ 12
3. નાઝિયા વસીમ કુરેશી ઉ
.વર્ષ 30
4. અસીઝાદ વસીમ કુરેશી ઉ.વર્ષ 8
5.દાઈમ વસીમ કુરેશી ઉ.વર્ષ.10

error: Content is protected !!