Thursday, 18/04/2024
Dark Mode

લોકડાઉનના કાપરાકાળમાં 44 દિવસથી બંધ પડેલો દાહોદ પુનઃ ધબકતો થયો:

લોકડાઉનના કાપરાકાળમાં 44 દિવસથી બંધ પડેલો દાહોદ પુનઃ ધબકતો થયો:

 જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૪

દાહોદમાં જિલ્લા કલેકટર દ્વારા આવશ્યક  તેમજ બિન આવશ્યક ચીજવસ્તુઓને આપવામાં આવેલ છૂટછાટના પગલે બપોર બાદ દાહોદ શહેરમાં દાહોદ શહેરની દુકાનો ટપોટપ ખુલવા પામી હતી. લોકો લાંબા સમય બાદ પોતાના રોજગાર ધંધા ચાલુ કરી ફરી કામે લાગ્યા હતા. લાંબા સમયના લોકડાઉન બાદ દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે ફરી બજારો મહદઅંશે ચાલુ થતાં વેપાર ધંધા ફરી ખુલવા પામ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી બંધ પડેલા દાહોદના અર્થતંત્રને વેગ મળ્યો છે. દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ માટે સવારે ૭ થી ૧૨ અને બીન આવશ્યક ચીજવસ્તુઓ માટે બપોરના ૧ થી ૫ ના સમયગાળાની છુટછાટ આપી છે.wત્યારે બપોરના ૧ વાગ્યાના ટકોરે લાંબા સમયથી બંધ એવા કપડાની દુકાનો, મોબાઈલ શોપી, જ્વેલર્સ, ચપ્પલની દુકાનો, કેરેજ વિગેરે જેવા રોજગાર ધંધાઓ ખુલવા માંડ્યા હતા. લાંબા સમયથી બંધ એવા આ રોજગાર ધંધા આજે ખુલતા માલિકો દ્વારા પ્રથમ દિવસે દુકાનોની સાફ સફાઈમાં લાગ્યા હતા. સરકાર દ્વારા નક્કી કરાયેલ નિયમોનુસાર સેનેટરાઈઝર, માસ્ક તેમજ સોશીયલ ડિસન્ટન્સના પાલન સાથે દાહોદના વેપારીઓએ પોતાના રોજગાર ધંધાની શરૂઆત કરી હતી.

error: Content is protected !!