Friday, 24/01/2025
Dark Mode

દે.બારીયા જેલબ્રેક મામલો:પોલીસને મળી સફળતા:13 કેદીઓ પૈકી 3 કેદીઓ ઝડપાયા

દે.બારીયા જેલબ્રેક મામલો:પોલીસને મળી સફળતા:13 કેદીઓ પૈકી 3 કેદીઓ ઝડપાયા

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 


દેવગઢબારિયા સબજેલ માંથી ફરાર થયેલા તેર કાચા કામના કેદીઓ માંથી ત્રણ જેટલા કેદીઓને પોલીસે દબોચી લીધા,સબ જેલમાંથી ફરાર થયેલા 13 કેદી માંથી ત્રણ ફરાર કેદી ને પોલીસે ઝડપી પાડયા,પોલીસ ની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.દેવગઢ બરિયા. ધાનપુર.સિંગવડ તાલુકાના ફરાર કેદીઓ ઝડપાયા .

દે.બારીયા તા.03

દેવગઢ બારીઆની સબજેલ માંથી બેરેક અને રૂમના તાળા તોડી 13 કાચા કામના કેદીઓ ફરાર થઈ ગયા હતા.જેમાંથી ત્રણ કેદીઓને પોલીસની અલગ અલગ ટીમોએ ઝડપી પાડયા હોવાનું જાણવા મળેલ છે.

દેવગઢ બારીયા તાલુકામાં આવેલ સબજેલ માંથી ગત તારીખ ૧લી મે ના રાત્રિ ના બે વાગ્યા ના અરસામાં બેરેક તેમજ રૂમના તાળાં તોડી 13 કાચા કામના કેદીઓ એકસાથે ફરાર થઈ ગયા હતા. ત્યારે આ બનાવથી જાણે ગુજરાત રાજ્યમાં  આ પહેલો બનાવ બનવા પામ્યો હોઈ તેમ દેખાઈ રહ્યું છે. ત્યારે આ બનાવથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને પોલીસની જાણે ઉંઘ હરામ થઈ ગઈ હતી.ત્યારે આ બનાવને લઇ જેલગાર્ડ ના હાજર પોલીસ જવાનોને પણ તાત્કાલિક અસરથી  તેમની સામે પણ ગુન્હો નોધી સપેન્ડ કરી કરી દઈ તેમને આરોપી બનાવી દેવાયા છે.ત્યારે આ ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે રેન્જ આઇજી થી લઇ જિલ્લા પોલીસ વડા પણ આજે જેને ઝડપી પાડવા માટે જિલ્લાની તમામ પોલીસને કામે લગાડી છે.ત્યારે જિલ્લાની તમામ પોલીસને અલગ અલગ ટીમો બનાવી આ ફરાર કેદીઓ ને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કરતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ત્રણ ખુખાર કેદીઓને ઝડપી પાડયા હોવાની હકીકત બહાર આવી છે.જેમાં હિંમત રૂપસી બારીયા.
કનું ઉફેઁ કિસન વાઘા અને લસું ઉર્ફેલક્ષ્મણ મોહનિયા રે.ઉંડાર ધાનપુર આ ત્રણેય કેદીઓ હત્યા અને અપહરણના ગુનાના કાચા કામના કેદી હતા. ત્યારે આ ફરાર કેદીયોને ઝડપી પાડવા પોલીસ પણ આકાશ પાતાળ એક કરી રહી હોઈ તેમ દેખાઈ રહ્યું છે.ત્યારે પોલીસ હજુ દસ ફરાર કેદીઓને ઝડપી પાડવા માટે આગળ કઈ દિશામાં તપાસ કરશે તે જોવાનું રહ્યું .

error: Content is protected !!