Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરા નગરના લોકોમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ:આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ છૂટ આપવા મામલતદારને રજૂઆત કરાઈ

ફતેપુરા નગરના લોકોમાં શોશ્યલ ડિસ્ટન્સનો અભાવ:આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ માટે અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસ છૂટ આપવા મામલતદારને રજૂઆત કરાઈ

વિનોદ પ્રજાપતિ @ ફતેપુરા 

ફતેપુરા નગરમાં આવશ્યક ચીજવસ્તુઓ ના વેચાણ માટે અઠવાડિયામાં ફક્ત ત્રણ દિવસની છૂટ આપવા મામલતદારને લેખિત રજૂઆત, ફતેપુરા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ પારગી દ્વારા મામલતદારશ્રીને કરેલ લેખિતમાં રજૂઆત રજૂઆત

ફતેપુરા તા.04

ફતેપુરા તાલુકાનાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવશ્યક ચીજો વસ્તુઓના વેચાણ માટે સવારના છ થી સવારના 10 વાગ્યા સુધી ચાર કલાક છૂટછાટ આપવામાં આવેલ છે.ત્યારબાદ નગરમાં વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા લોકડાઉનનો કડક પણે ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો  છે.જનતા પણ કોરોના વાઈરસને ગંભીરતાને ધ્યાનમાં લઇ કામકાજ સિવાય  ઘરમાંથી બહાર નીકળવાનું ટાળે છે.સવારના સમય શાકભાજી ખરીદવા માટે માર્કેટમાં ભારે ભીડ જામતી હોય છે.જેના લીધે સોશ્યલ ડિસટન્સ જળવાતું નથી જેથી કોરોના વાયરસના સંક્રમણની આશંકાઓ વધી જાય છે.જેથી શાકભાજી ખરીદવા માટે અઠવાડિયાના ફક્ત ત્રણ દિવસ અને ત્રણ દિવસ માટે બે કલાક ફાળવવામાં આવે આવે અને બાકીના બીજા દિવસો માટે સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવે જેથી આમ જનતા ઘરની બહાર નીકળશે નહીં અને આવશ્યક ચીજવસ્તુ માટે ખરીદી માટે ભીડ ઓછી થશે તેવી માંગણી સાથે માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન બાબુભાઈ નવલભાઇ પારગી એ ફતેપુરા મામલતદારને લેખિત માં જાણ કરી ઘટતું કરવા રજૂઆત કરેલ છે.

error: Content is protected !!