ફતેપુરામાં 144 નો ભંગ કરતા તેર વ્યક્તિ પર કાર્યવાહી કરી,સોળ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર જપ્ત કર્યા
ફતેપુરા તા.04
કોરોનાની મહામારીને કાબૂમાં લેવા માટે ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે. ત્યારે દાહોદના ફતેપુરામાં પોલીસ તથા તંત્ર દ્વારા ચુસ્ત અમલ થાય તથા લોકોને બિનજરૂરી ના નીકળવાનું પણ તંત્રને આદેશ કર્યો છે.દાહોદ જિલ્લા કલેકટરે પણ 144 નું પાલન કરવાનો આદેશ આપ્યો છે.લોકો મનફાવે તેમ વાહન લઈને લટાર મારતા વ્યક્તિઓ સામે પીએસઆઇ સિ.બી બરંડા તેમજ પોલીસ સ્ટાફ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.ફતેપુરામાં લોક ડાઉનલોડ ચુસ્ત અમલ કરવા માટે પોલીસ તંત્ર એ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.કલેકટર લોકડાઉન વેળાએ પણ ચાર ચક્રીય વાહનો અને મોટરસાયકલ પર એક કરતાં વધુ વ્યક્તિ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે તેમ છતાં જાહેરનામાનો ભંગ કરનાર કાયદાને ઘોળીને પી જવાની કોશિશ કરતા હોવાથી ફતેપુરા પોલીસને સપાટો બોલાવ્યો હતો ૧૬ જેટલી ટુ વ્હીલર અને ફોર વીલ જપ્ત કરી લીધા હતા કાર્યવાહી થી ફતેપુરામાં કાયદાનો ભંગ કરનારમાં સોપો પડી ગયો છે.