Sunday, 08/09/2024
Dark Mode

દે.બારીયાના અભલોડમાં અનેક શંકા કુશંકા ઉપજાવતા બનાવથી ખળભળાટ :ત્રણ સગી બહેનોના કુવામાં ડૂબી જવાથી મોત:પોલિસ તપાસમાં જોતરાઈ

દે.બારીયાના અભલોડમાં અનેક શંકા કુશંકા ઉપજાવતા બનાવથી ખળભળાટ :ત્રણ સગી બહેનોના કુવામાં ડૂબી જવાથી મોત:પોલિસ તપાસમાં જોતરાઈ

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે બાળ અવસ્થાની ત્રણ બહેનો કૂવામાં પડતાં ત્રણેયના મોત થી અનેક શંકા-કુશંકા પોલીસે તપાસ હાથ ધરી, ગામમાં તપાસ કરતાં ના મળી આવતા આખરે ગામના કૂવામાં તપાસ હાથ ધરી,રાત્રિના અગિયાર વાગ્યાના અરસામાં પાંચ વર્ષીય બાળકી કુવાના પાણીમાં લાશ તરતી જોવા મળતા સમગ્ર પંથકમાં મચ્યો ખળભળાટ,બાળ અવસ્થાની સગી ત્રણ બહેનો કૂવામાં પડી જતા મોત,અન્ય બે બહેનોને સવારે કૂવામાંથી પાણી બહાર કાઢી તેની લાશ બહાર કઢાઇ,આ ત્રણે બહેનો કૂવામાં પડી જતાં મોત થયાની વાતને લઇ અનેક શંકા-કુશંકા ઊભી થવા પામી છે.

દે.બારીયા તા.03

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ અભલોડ ગામે ૫,૭ અને ૯ વર્ષની એમ ત્રણ બહેનો કુવામાં પડી જતા ત્રણેય બહેનોના મોત નિપજતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામના પુંજાઇ ફળિયામાં રહેતા લુહાર બળવંતભાઈ કાળુભાઈને વસ્તારમાં છ છોકરીઓ છે જેમાંથી મોટી ત્રણ બહેનોના લગ્ન થઈ ગયા છે.જ્યારે અન્ય ત્રણ બાળ અવસ્થાની ૯ (નવ) વર્ષની રાધા ૭ (સાત) વર્ષની તેજલ અને ૫ (પાંચ) વર્ષની મનીષા એમ ત્રણ બહેનો જે તારીખ ૩ માર્ચના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામાં આ ત્રણેય બહેનો ઘરે જમી પરવારી ઘરની બહાર રમવા માટે નીકળી હતી. તે પછી મોડી સાંજ થઈ જતાં ત્રણેય બહેનો રાધા તેજલ અને મનીષા ઘરે નથી.આવતા ત્રણેયની પરિવારજનોએ આસપાસમાં ઘરોમાં તેમજ ગામમાં તેમજ સંબંધીને ત્યાં તપાસ હાથ ધરી હતી તેમ છતાં આ ત્રણેય બહેનોને સવારના મળી આવતા ગામના આગેવાન સહિત સરપંચને પણ આ બનાવ અંગેની જાણ કરતા તે પણ શોધખોળમાં લાગી ગયા હતા.ત્યારે મોડી રાત સુધી કોઈ પત્તો નહીં મળતાં આખરે ગામના કૂવામાં તપાસ કરવાની વાત કરતાં ગામના કૂવામાં તપાસ હાથ ધરી હતી ત્યારે મરણ જનાર ત્રણ બહેનોના ઘરની પાછળના ભાગે આવેલ નજીકના કૂવામાં તપાસ કરવા જતા પાંચ વર્ષીય મનીષાની લાશ કૂવાના પાણીમાં તરતી જોવા મળી આવેલ જેથી તેની લાશને બહાર કાઢી અન્ય બે બહેનોની પણ તપાસ હાથ ધરી હતી.ત્યારે તે બે બહેનોની લાશ મળીના આવતા આ બે બહેનો એક બહેન કૂવામાં પડી જતાં પરિવારના સભ્ય મારશે તે આશયથી ક્યાંક ભાગી ગઈ હોય તેઓ પરિવારજનોને લાગતા પરિવારજનોએ અન્ય જગ્યાએ તપાસ ચાલુ રાખી હતી ત્યારે વહેલી સવારે ફરીથી કૂવામાં તપાસ હાથ ધરતા કૂવામાંનું પાણી બહાર કાઢતા રાધા અને તેજલ બંનેની લાશ જાડી દાખલામાં ફસાયેલી હાલતમાં મળી આવી હતી આમ ત્રણેય બહેનોની લાશ એક જ કૂવામાંથી મળી આવેલ ત્યારે આ બનાવ અંગેની જાણ દેવગઢબારિયા પોલીસને તથા પોલીસ ઘટના સ્થળે દોડી આવેલ અને ત્રણેય બહેનોની લાશનો કબજો મેળવી તેને પી.એમ અર્થે દેવગઢબારિયા સરકારી દવાખાનામાં મોકલી આપી અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે આ બનાવથી ગામમાં જાણે માતમ ફેલાયો હોય તેમ જોવાઈ રહ્યું છે. આમ દેવગઢબારિયા તાલુકાના અભલોડ ગામે બાળ અવસ્થાની વયે ત્રણ બહેનો કૂવામાં પડતાં ત્રણેયના મોત નિપજ્યા હતા.

error: Content is protected !!