રાજેશ વસાવે :- દાહોદ
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર મઘરાતે પોલીસ અને રસીલા પદાર્થોના હેરફેર કરતા ઈસમ વચ્ચે પકડદાવ ખેલાયો.
દાહોદ નજીક નેશનલ હાઈવે પર કતવારા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી અધધ 12.51 લાખનો અફીમના પોસ ડોડાનો જથ્થો ઝડપ્યો,ચાલક ફરાર.
માદક પદાર્થોના હેરફેરમાં પકડાયેલી ફોરવીલર ગાડીની નંબર પ્લેટ નકલી,ગાડી પણ ચોરીની હોવાની આશંકા..
છ માસ પહેલા પણ માદક પદાર્થનો જથ્થો ઝડપાયો હતો,પદાર્થોના હેરફેરમાં ચોક્કસ સિન્ડિકેટ સક્રિય હોવાની આશંકા
દાહોદ તા.0૭
મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કતવારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ફોરવીલર ગાડીનું ફિલ્મીઢબે પીછો કરતા પુસરી નજીક ગાડીનો ચાલક ગાડીને સ્થળ પર મૂકી અંધારા નો લાભ લઈ મકાઈના ખેતરમાં ઓઝલ થઈ જતા દરમિયાન પોલીસે ગાડીની ચેકિંગ દરમિયાન તેમાંથી અઘઘ.. 12.51 અફીમના 417 કિલો પોસ ડોડા મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી.ત્યારબાદ પોલીસે આફિમના પોસ ડોડાનો જથ્થો ફોરવીલર ગાડી મળી 17.51 લાખનો જથ્થો નાયબ મામલતદાર તેમજ જજની હાજરીમાં જરૂરી કાગળિયા કરી જપ્ત કર્યો હતો.તેમજ નસીલા પદાર્થનું હેરફેર કરતા ઉપરોક્ત ભાગી છુટેલા ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાન અને મધ્યપ્રદેશના રસ્તે ગુજરાતમાં નેશનલ હાઇવે મારફતે વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોનું હેરફેર કરવા માટે ચોક્કસ ગિરોહ સક્રિય હોય તેમ અવારનવાર નેશનલ હાઇવે પરથી મશીનરીની આડમાં, ખાદ્ય સામગ્રીની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો વિપુલ પ્રમાણમાં જથ્થો દાહોદ પોલીસ પકડે પણ છે.જેના પગલે દાહોદ પોલીસ દ્વારા મધ્ય પ્રદેશ ગુજરાત બોર્ડર પર ચેકપોસ્ટ ઊભી કરી અવારનવાર વાહન ચેકિંગ હાથ ધરે છે તેવી જ રીતે ગઈકાલે પણ કતવારા પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન રાત્રિના સમયે Gj-03-ME-8976 નંબરની મારુતિ એર્ટિગા ગાડી નો ચાલક ચેક પોસ્ટ પર બેરકેટીંગ તોડી ભાગવા જતા પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસે વાયરલેસ પર મેસેજ કન્વે કરતા કતવારા, દાહોદ શહેર દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા હાઇવે પર બેરીગેટીંગ કરી ફિલ્ડીંગ જમાવી હતી. સાથે સાથે ડીવાયએસપી જગદીશ ભંડારીના નેતૃત્વમાં એલસીબી એસોજી ટીમને પણ સક્રિય કરવામાં આવી હતી. દરમિયાન ઉપરોક્ત મારૂતિ એર્ટિગાના ચાલકે કતવારા પાસે પોલીસનું બેરિગેટિંગ જોઈ ગાડીને ડિવાઈડર કુદાવી રોંગ સાઈડ પર લઈ જતા ગાડીમાં પંચર પડ્યો હતો જેના લીધે ગાડી ભગાવનાર ચાલક ઉપરોક્ત ગાડીને પુસરી નજીક રોડની સાઈડ પર ઉભી કરી રાત્રિનો અંધારાનો લાભ લઈ મકાઈના ખેતરમાં ભાગી છુટ્યો હતો. પાછળ આવી રહેલી કતવારા પોલીસની એક ટીમે મકાઈના ખેતરમાં ઉપરોક્ત ઈસમનો પીછો કર્યો હતો પરંતુ તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. દરમિયાન પોલીસે ertiga ગાડીની તલાસી લેતા 417 કિલો વજનનો 12.51 લાખ કિંમતનો અફીમના જીંડવા પોષ ડોડાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. ત્યારબાદ પોલીસે નાયબ મામલતદાર તેમજ જજની હાજરીમાં પંચનામુ કરી તેમજ પાંચ લાખ કિંમતની ફોરવીલર ગાડી મળી 17.51 લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર થયેલા ઈસમ વિરુદ્ધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
*પોલીસની સક્રિયતાના લીધે કવાલિટી કોમર્શિયલ કેસ નોંધાયો.*
દાહોદ પોલીસની સક્રિયતાના લીધે અધધ કહી શકાય તેમ બાર લાખ ઉપરાંતનો અફીમના ડોડા મળી આવ્યા છે.માદક પદાર્થોનું હેરફેર કરતાં ઉપરોક્ત ઈસમો દ્વારા અર્ટિગા ગાડીની પાછળની સીટો કાઢી પ્લાસ્ટિકના મીણીયાના 14 થેલાઓમાં 417 કિલો જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે.NDPS ના કેસમાં 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ હોય તો તે કવાલિટી કોમર્શિયલ કેસમાં ગણવામાં આવે છે.જે બિન જામીન પાત્ર ગુનો છે. આવા કેસમાં અંડરટાઇલ સજા કરવાની જોગવાઈ છે.
*માદક પદાર્થોની હેરફેરમાં ચોક્કસ સિન્ડિકેટ સક્રિય હોવાની આશંકા,ગાડીની નંબર પ્લેટ નકલી, ગાડી ચોરીની હોવાની આશંકા.*
પોલીસની પ્રારંભિક તપાસમાં મારુતિ એર્ટિગા ગાડી જેમાં માદક પદાર્થોનો પરિવહન થઈ રહ્યો હતો તે ગાડીમાં લગાવવામાં આવેલ નંબર પ્લેટ પણ નકલી હોવાનું સામે આવ્યું છે. સાથે સાથે ગાડી પણ ચોરીની હોવાની આશંકા છે જોકે પોલીસે આ મામલે તપાસનો દોર લંબાવ્યો છે.અત્રે ઉલ્લેખની છે કે છ મહિના પહેલા પણ ટોયોટા ઇનોવા ગાડીમાં સમાંતર મોડસ ઓપરેન્ડી અંતર્ગત અફીમના ડોડા કતવારા પોલીસે ઝડપ્યા હતા.જેમાં તપાસ દરમિયાન ઈંનોવા ગાડી ચોરીની હોવાનું સામે આવ્યું હતું. સાથે સાથે ઉપરોક્ત ઈસમોં દ્વારા ચેચીસ નંબર તેમજ એન્જિન નંબર પણ ઘસી નાખ્યું હતું. જેના પરથી અંદાજો લાગે છે કે ગુજરાતના સરહદી વિસ્તારોમાં માદક પદાર્થોનો હેરફેર કરવા માટે કોઈ ચોક્કસ સિન્ડિકેટ સક્રિય થયો હોવાની આશંકા છે.
*એનડીપીએસના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે,કેટલાક પુરાવા મળ્યા છે.જેનાથી ચોક્કસ સિન્ડિકેટનો પર્દાફાશ કરીશું :- DYSP જગદીશ ભંડારી.*
નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમ્યાન કતવારા પોલીસે NDPS ના કેસમાં 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસને ગાડીની તલાસી દરમિયાન મહત્વપૂર્ણ સુરાગ મળ્યા છે. અગાઉ પણ આ પ્રકારના કેસો વિસ્તારમાં સામે આવ્યા છે. હાલ આ બનાવ સંદર્ભે પોલીસની એક ટીમ આ કેસની તપાસ હાથ ધરી રહી છે. સરહદી વિસ્તારમાં કોઈ ચોક્કસ સિન્ડિકેટ સક્રિય હોવાની આશંકા છે.નજીકના સમયમાં તેનો પર્દાફાશ કરીશું.