બાબુ સોલન્કી :- સુખસર
*ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું*
*ફતેપુરા તાલુકામાં ભારે થી અતિ ભારે વરસાદ પડવાથી ખેડૂતોનો ચોમાસુ પાક નિષ્ફળ ગયેલ હોય વળતર અપાવવા માંગણી કરી*
સુખસર,તા.6
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીમાં આવીને ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયારને આવેદનપત્ર પાઠવ્યું હતું. મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકામાં તારીખ 26/8/2024 ના રોજ ભારે થી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હોવાથી સ્થળ ચકાસણી કરીને સર્વે કરી સરકાર તરફથી વળતર અપાવા માટે ફતેપુરા તાલુકાના સર્વ ખેડૂત ભાઈઓ વતી ભીલ પરદેશ કિસાન મોરચા ફતેપુરા દ્વારા મેહુલભાઈ ટાઈગરની આગેવાની હેઠળ મામલતદાર કચેરી માં આવીને નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.નાયબ મામલતદાર ચિરાગભાઈ અમલીયારે આવેદનપત્ર સ્વીકારી સરકારમાં મોકલી આપવાની ખાતરી આપી હતી.