Thursday, 25/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો યથાવત:આજે વધુ 34 નવા કેસોનો ઉમેરો…

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોનો સિલસિલો યથાવત:આજે વધુ 34 નવા કેસોનો ઉમેરો…

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લામાં કોરોના કેસો વધતાં જિલ્લાવાસીઓમાં એક પ્રકારના ભય સાથે ફફડાટ ફેલાઈ રહ્યો છે. આજે એકસાથે ૩૪ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થતાં દાહોદ જિલ્લાની સરકારી હોસ્પિટલ ભરચક દર્દીઓ વચ્ચે ઉભરાઈ રહી છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૩૩૭૫ને પાર કરી ચુંક્યો છે.

 દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના કેસો રોજેરોજ કુદકે ને ભુસકે વધી રહ્યાં છે. દાહોદ જિલ્લાના બજારોમાં જ્યાં જુઓ ત્યાં હાલ પણ ભારે ભીડભાડ જાેવા મળી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના પ્રકોપને કારણે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓનો પણ દાહોદમાં રાફડો ફાટી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં અસંખ્ય કોરોના દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. આજે ૩૪ કોરોના પોઝીટીવ દર્દીઓના આંકડા સામે આવતાં જિલ્લાવાસીઓ ધ્રુજી ઉઠ્યાં છે. આ ૩૪ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૭, દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૮, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૪, લીમખેડામાંથી ૦૩, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૪ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે રજા લેતો દર્દીઓના આંકડામાં પણ મહદ અંશે વધારો જાેવા મળ્યો છે. આજે એકસાથે ૧૮ દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. ૨૩૮ દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યાં છે ત્યારે અત્યાર સુધી કુલ મૃત્યું આંક ૧૧૧ને વટાવી ચુંક્યો છે.

———————————

error: Content is protected !!