Tuesday, 30/11/2021
Dark Mode

ઝાલોદ તાલુકામાં ત્રણ ઈસમોને કોર્ટ વોરંટમાં પકડી લઈ જતા ત્રણેય કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ

ઝાલોદ તાલુકામાં ત્રણ ઈસમોને કોર્ટ વોરંટમાં પકડી લઈ જતા ત્રણેય કોરોના પોઝીટીવ આવતા ખળભળાટ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ઝાલોદ તાલુકાના 3 ઇસમો નુ કોર્ટ વોરંટમાં પકડી લઇ જતા કોરાના પોઝીટીવ રિપોર્ટ આવ્યો
  • 3 ઇસમોને લીમડી પોલીસ દ્વારા કોર્ટ મુદતનુ વોરંટ હોય પકડી કોર્ટમાં હાજર કરતા પહેલા કોરાના ટેસ્ટ કરાવતા 3 ઇસમોનો રિપોર્ટ આવ્યો પોઝીટીવ

દાહોદ તા.૭

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આજરોજ ૩ ઇસમોને કોર્ટ વોરંટ માં પકડી લઈ જતા પહેલા તેઓના કોરોના રિપોર્ટ કરાવતા ત્રણેયના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

આજરોજ ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ દ્વારા કોર્ટ મુદ્દત ની વોરંટ હોય બારીયા સરદારભાઈ જવાભાઈ (રહેવાસી, સુથારવાસા તાલુકો ઝાલોદ), ડામોર નિતેશભાઇ પારસીંગભાઈ (રહેવાસી,તેતરીયા તાલુકો ઝાલોદ) અને મછાર મનીષભાઈ રમસુભાઈ (રહેવાસી,ગામડી તાલુકો ઝાલોદ) આ ત્રણે જણાંને પોલીસે પકડી લાવી કોર્ટમાં હાજર કરતાં પહેલાં તેઓના કોરોના રિપોર્ટ કરાવ્યા હતા આ ત્રણેયના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની ખબરો સાથે જ સ્થાનિક પોલીસ તંત્રમાં ફફડાટ ફેલાયો હતો અને ત્રણે ઇસમોને કોવીડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ઉપરોક્ત ત્રણે ઈસમોના સંપર્કમાં આવેલ અન્ય કેટલા પોલીસ કર્મચારીઓ તેમજ કેટલા વ્યક્તિઓ સંક્રમણમાં આવ્યા હશે ? તે કેવું અતિ મુશ્કેલ લાગી રહ્યું છે.

error: Content is protected !!