Tuesday, 30/11/2021
Dark Mode

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે પતિના પર સ્ત્રી જોડે આડાસંબંધ,મહેણા ટોણા સહિતના માનસિક ત્રાસથી વાજ આવેલી પરણીતાએ સાસરીમાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યું..

દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે પતિના પર સ્ત્રી જોડે આડાસંબંધ,મહેણા ટોણા સહિતના માનસિક ત્રાસથી વાજ આવેલી પરણીતાએ સાસરીમાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યું..

 નીલ ડોડીયાર :- દાહોદ 

 દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામે પતિના પર સ્ત્રી જોડે આડાસંબંધ અને મહેણા ટોણા સહિતના માનસિક ત્રાસથી વાજ આવેલી પરણીતાએ સાસરીમાં સાડી વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યું:

દાહોદ તા.૦૮

દેવગઢ બારીઆ તાલુકાના દેગાવાડા ગામે પતિના બીજી અન્ય છોકરી સાથે આડા સંબંધની જાણ પત્નિને થતાં આ મામલે પત્નિ દ્વારા પતિને વાત કરતાં પતિ દ્વારા અવાર નવાર મેણા ટોણા મારી, હેરાન પરેશાન કરતાં આવાસ ત્રાસથી વાજ આવી તેમજ પતિનો અન્ય છોકરી સાથે આડા સંબંધ હોવાની વાતને લઈ પત્નિએ સાસરીમાંજ સાડી વડે ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

બોઘડવા ગામે પટેલ ચોરા ફળિયામાં રહેતા રમેશભાઈ ગુલાબભાઈ પટેલની છોકરી રિન્કુબેનના લગ્ન દેગાડાવાડા ગામે પાટોડા ફળિયામાં રહેતા વજેસીંગભાઈ બાબુભાઈ બારીયા સાથે કરવામાં આવ્યાં હતાં. પતિ વજેસીંગભાઈ અન્ય છોકરી સાથે આડા સંબંધે ધરાવતાં હોવાની જાણ પત્નિ રિન્કુબેનને થતાં આ મામલે રિન્કુબેને પતિ વજેસીંગભાઈ સાથે વાત કરી હતી ત્યારે આ મામલે પતિ દ્વારા રિન્કુબેનને અવાર નવાર મેણા ટોણા મારતાં હતાં અને હેરાન પરેશાન કરતાં હતાં. આવા ત્રાસથી વાજ આવી અને પોતાના પતિના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધના કારણે રિન્કુબેને ગતરોજ પોતાની સાસરીમાંજ ઘરમાં સાડી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. રિન્કુબેનના પરિવારમાં પણ માતમ છવાઈ ગયો હતો.

ઉપરોક્ત ઘટના સંદર્ભે રિન્કુબેનના પિતા રમેશભાઈ ગુલાબભાઈ પટેલ દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે પોતાના જમાઈ વજેસીંગભાઈ બાબુભાઈ બારીયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

—————————————

error: Content is protected !!