Friday, 25/06/2021
Dark Mode

દાહોદ:બસ સ્ટેશન પાસે આવેલી અને વર્ષોથી બંધ પડેલી પાણીની પરબ શરૂ કરવા દાહોદ યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ

દાહોદ:બસ સ્ટેશન પાસે આવેલી અને વર્ષોથી બંધ પડેલી પાણીની પરબ શરૂ કરવા દાહોદ યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં સ્ટેશન રોડ ખાતે જી.એલ.કે.ટાવર પાસે આવેલ એક પીવાના પાણીની ટાંકી (પરબ) છેલ્લા કેટલાક વર્ષાેથી બંધ હાલતમાં હોવાથી આ મામલે દાહોદ યુવા કોંગ્રેસના પ્રમુખ દ્વારા દાહોદ પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી આ પાણીની પરબને તાત્કાલિક ચાલુ કરવા લેખિત રજુઆત કરી છે અને જાે દિન – ૦૭માં આ પાણીની પરબ ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

દાહોદ યુવા કોંગ્રેસ પ્રમુખ નિતેશ એસ. યાદવે દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી જણાવ્યું છે કે, દાહોદ શહેરમાં આવેલ સ્ટેશન રોડ વિસ્તાર સ્થિત જી.એલ.કે. ટાવર નજીક નગરપાલિકાના શોપીંગ સેન્ટરમાં એક પાણીની ટાંકી (પરબ) નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી હતી. આ ટાંકી બનાવ્યાં બાદ વર્ષાે વિતી ગયાં છતાં પણ આજદિન સુધી આ ટાંકી બંધ હાલતમાં છે જેથી લોકોને પાણી પીવા માટે પાણીની બોટલો ખરીદવી પડે છે અને આર્થિક નુકસાન લોકોને ભોગવવનું પડી રહ્યું છે. હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગયેલ છે ત્યારે આ પાણીની ટાંતી (પરબ) તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે અને જાે દિન – ૦૭માં આ પાણીની ટાંકી (પરબ) ચાલુ કરવામાં નહીં આવે તો ગાંધી ચિન્ધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ યુવા કોંગ્રેસના પ્રમુખ ચીમકી ઉચ્ચારી છે.

—————————

error: Content is protected !!