Monday, 17/01/2022
Dark Mode

દાહોદમાં કોરોના બેકાબુ…ખાનગી હોસ્પિટલોમાં દાહોદ તેમજ બીજા રાજ્યના 55 થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ..

દાહોદમાં કોરોના બેકાબુ…ખાનગી હોસ્પિટલોમાં દાહોદ તેમજ બીજા રાજ્યના 55 થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ..

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબુ..
  • દાહોદના ઝાયડસ તેમજ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ દાખલ
  • દાહોદમાં કોવીડની માન્યતા પ્રાપ્ત 4 ખાનગી હોસ્પિટલમાં કોરોનાના 55 દર્દીઓ દાખલ,
  • મધ્યપ્રદેશના અલીરાજપુર, ભાભરા થાન્દલા, પેટલાવદ તેમજ રાજસ્થાનના  કોરોના સંક્રમિત દર્દીઓનો સમાવેશ,
  • ખાનગી હોસ્પિટલમાં 30 જેટલાં દાહોદ સહીત આસપાસના કોરોનાના દર્દીઓનો સમાવેશ,
  • ખાનગી હોસ્પિટલના સિક્યુરિટી તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી, કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલની બહાર દેખાયાના બનાવો,

દાહોદ તા.૨૪

 દાહોદ જિલ્લામાં સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ બાદ એકાએક કોરોના સંક્રણના કેસોમાં કુદકેને ભુસકે વધારો જાેવા મળી રહ્યો છે.ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા માત્ર સરકારી જ આંકડાઓ દર્શાવવામાં આવે છે.પરંતુ હકીકતમાં દાહોદ જિલ્લામાં અન્ય રાજ્ય અથવા તો અન્ય જિલ્લામાંથી આવતાં કોરોના દર્દીઓનો આંકડો જાેવા જઈએ તો દરરોજના અંસખ્ય કોરોના સંક્રમણના સામે આવતાં હોય છે.ત્યારે હકીકતમાં દાહોદની ખાનગી હોસ્પિટલોના આંકડા જાેવા જઈએ તો કોરોના સંક્રમણના કેસોમાં વધારો જાેવા મળી શકે તેમ છે.

દાહોદમાં કોરોના સંક્રમણના વધતાં કેસોને કારણે જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા અનેક કામગીરીનો આરંભ કરી દેવામાં આવ્યો છે.ત્યારે દાહોદ જિલ્લાને અડીને આવેલ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પણ કોરોનાના દર્દીઓ દાહોદની હોસ્પિટલોમાં સારવાર અર્થે આવતાં હોય છે. મળતી માહિતી પ્રમાણે મહાવીર હોસ્પિટલમાં કુલ ૩૧ કોરોનાના કેસો છે જેમાં ૧૮ દાહોદના અને બાકીના મધ્યપ્રદેશ, અલીરાજપુર, ભાભરા, થાંદલા અને પેટલાવાદના છે. લબાના હોસ્પિટલમાં ૦૫ કેસો છે જેમાં દાહોદના ૩ અને બે બહારના છે અને વાત કરીએ એલ.ડી.હોસ્પિટલની તો આ હોસ્પિટલમાં ૧૩ કેસો કોરોનાના સારવાર લઈ રહ્યાં છે. આમ, દાહોદની અન્ય બીજી કેટલીય ખાનગી હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કેટલાય દર્દીઓ સારવાર લેતાં હશે તે જાણવું રહ્યું

ક ખાનગી દવાખાનામાં સિક્યુરિટી તેમજ હોસ્પિટલની ગંભીર બેદરકારીના કારણે કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલની બહાર ફરતા દેખાયાના બનાવો 

 દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ ને નાથવા માટે ડોર-ટુ-ડોર સરવેની કામગીરી કરી  રહ્યા છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ માસ તેમજ સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મૂકી કોરોના સંક્રમણ ને અંકુશમાં લેવા  સતત પ્રયત્ન કરી રહ્યું છે . પરંતુ સરકાર દ્વારા કોવીડ હોસ્પિટલની માન્યતા પ્રાપ્ત એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોરોનાના દર્દીઓ હોસ્પિટલ મેનેજમેન્ટ તેમજ સિક્યુરિટીની ગંભીર બેદરકારીને કારણે હોસ્પિટલની બહાર દેખવા મળી રહ્યા છે.જેના લીધે આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. એક તરફ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર અથાક પ્રયાસો થકી નાથવા માટે મથામણ કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોના સંક્રમિત દર્દી જાહેરમાં ફરતાં હોય તો તેઓ દ્વારા કેટલા અન્ય લોકોને સંપર્કમાં આવી મળ્યાં હશે તે કહેવું અતિ મુશ્કેલ સાબીત થઈ રહ્યું છે.અને ક્યાંક ને ક્યાંક આ ગંભીર બેદરકારીના કારણે જિલ્લામાં કોરોના કેસો વધવા હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે લાગતા વળગતાં તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના નિયમોનું ભાન કરવાવવાના આદેશો આપવામાં આવે તે અત્યંત જરૂરી છે.

—————————————————

error: Content is protected !!